મનોરંજન

ભૂમિ પેડનેકરે પાર કરી બોલ્ડનેસની બધી હદો, પાર્ટીમાં એવું ટોપ પહેરી આવી ગઇ કે…જોઇને તમને પણ આંખે અંધારા આવી જશે

એક સમયે 72 કિલોની હતી અક્ષય કુમારની અભિનેત્રી, હવે એવું શરમજનક ટોપ પહેરીને આવી ગઈ કે સૌના હોંશ ઉડી ગયા

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. ભૂમિ પેડનેકર રોમ-કોમ ગોવિંદા મેરા નામમાં વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે કિયારા અડવાણી પણ લીડ રોલમાં છે. ‘ગોવિંદા નામ મેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયાના ચાહકો માટે સમય કાઢવાનું ભૂલતી નથી.

ભૂમિ પેડનેકર ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં બોલ્ડ પાત્ર ભજવતી જોવા મળે છે, જેને લઇને આજકાલ તેની બદલાયેલી સ્ટાઇલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. ભૂમિ પેડનેકરનું વલણ આ દિવસોમાં બદલાઈ રહ્યું છે. હસીના જ્યાં પણ દેખાય છે, તે પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દે છે. હવે ફરી એકવાર તે કંઈક એવું પહેરીને ઘરની બહાર નીકળી કે લોકો તેને જોતા જ રહી ગયા. ભૂમિ પેડનેકરના ટ્રાન્સફોર્મેશનની આ દિવસોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

વજન ઘટાડવાની સાથે ભૂમિ તેની ડ્રેસિંગ સેન્સથી પણ પ્રભુત્વ ધરાવે છે. આ ખૂબ જ બોલ્ડ બ્યુટી હવે ન તો શરમાય છે કે ના તો સંકોચ કરે છે, બસ તેની સ્ટાઇલથી દરેકના હોંશ ઉડાવી દે છે. આ સપ્તાહના અંતે ભૂમિ પેડનેકરે ફરી એકવાર સુંદરતાનો એ જ જાદુ રમ્યો જે દરેકના માથા પર છે. ભૂમિ બ્લેક પેન્ટ અને બ્લુ ટોપ પહેરીને જયારે ઘરની બહાર નીકળી ત્યારે હોબાળો મચી ગયો. શુક્રવારે સાંજે ભૂમિ બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી.

હસીનાનો આ અવતાર જોઈને પેપરાજીઓના કેમેરા પણ તેની તરફ વળી ગયા હતા. બાંધેલા વાળ, કાળા ચશ્મા, પોઈન્ટી હાઈ હીલ્સ પહેરીને ભૂમિ સીધી જ લોકેશન પર પહોંચી અને પેપરાજીને ટાળી તે મીડિયા માટે પોઝ આપ્યા વગર જતી રહી હતી. જો કે કેમેરામેન તેના પરફેક્ટ ફોટો માટે બૂમો પાડતો રહ્યા હતા.

છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂમિ પેડનેકરનું ટ્રાન્સફોર્મેશન બધાને ચોંકાવી રહ્યું છે. તેના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે. તે રેગ્યુલર જિમ કરી રહી છે જેના કારણે તેના એબ્સ પણ પરફેક્ટ દેખાઈ રહ્યા છે. હાલમાં જ ભૂમિ આ સ્ટાઈલમાં જોવા મળી હતી. તેણે ચમકદાર ગાઉનમાં તેનું કિલર ફોટોશૂટ કરાવ્યુ હતુ.

ભૂમિ ખૂબ જ સેન્સિયસ રીતે પોઝ આપતી વખતે ફોટા ક્લિક કરાવે છે. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો વર્ષ 2023 અભિનેત્રી માટે કામથી ભરેલું છે. વર્ષ 2023માં ભૂમિ પેડનેકરની એક-બે નહીં પરંતુ સાત ફિલ્મો આવવાની છે. જેમાં ‘ભીડ’, ‘ભક્ષક’, ‘ધ લેડી કિલર’, ‘આફવાહ’ અને ‘મેરી પત્ની’ની રિમેક જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)