મોડી રાત્રે ભૂમિ પેડનેકરે બહેન અને મિત્રો સાથે મચાવી ધમાલ, બર્થ ડે ગર્લે કયારેક બેકલેસ તો કયારેક ડીપમાં બતાવ્યો બોલ્ડ લુક

અક્ષય કુમારની અભિનેત્રીએ જન્મદિવસની કરી ધમાકેદાર ઉજવણી, PHOTOS જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા, કહ્યું કે આ શું પહેર્યું? ન દેખાવાનું દેખાડ્યું

બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે 18 જુલાઇના રોજ તેનો 32મો જન્મદિવસ મનાવ્યો. આ ખાસ અવસર પર ચાહકોથી લઇને તમામ સેલિબ્રિટીએ તેને અલગ અંદાજમાં જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.

અક્ષય કુમાર, અનન્યા પાંડે, અનુષ્કા શર્મા, કેટરીના કૈફ, આયુષ્માન ખુસાના સહિત અન્ય સેલેબ્સ તેમજ કો સ્ટાર્સે ભૂમિને બર્થ ડે વિશ કર્યુ હતુ. ત્યાં જ ભૂમિએ આ ખાસ દિવસને બહેન સમીક્ષા પેડનેકર અને મિત્રો સાથે ધૂમધામથી મનાવ્યો હતો.

મોડી રાત્રે ભૂમિએ મિત્રો સાથે પાર્ટી કરી હતી. જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બર્થ ડે પર ભૂમિનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. તસવીરોમાં તમે જોઇ શકો છો કે ભૂમિ અલગ અલગ ડ્રેસમાં નજર આવી રહી છે.

ભૂમિ એક તસવીરમાં પિંક કલરનુ બેકલેસ ટોપ અને ફ્લેયર્ડ જીન્સમાં જોવા મળી રહી છે. આ બેકલેસ પિંક ટોપમાં અભિનેત્રીએ સોલો અને મિત્રો સાથેની તસવીર શેર કરી છે, આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

એક અન્ય તસવીરમાં ભૂમિ ફ્લોરેલ પ્રિંટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સેલેબ્સ અને ચાહકો દ્વારા મોકલવામાં આવેલ બર્થ ડે મેસેજને શેર કરી તેમનો આભાર માન્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ભૂમિ છેલ્લે “દુર્ગામતી”માં જોવા મળી હતી. આ ફિલ્મને એમેઝોન પ્રાઇમમાં રીલિઝ કરવામાં આવી હતી. સાઉથ મૂવીની આ હિંદી રિમેકને દર્શકોનો કંઇ ખાસ રિસ્પોન્સ મળ્યો ન હતો.

ભૂમીની અપકમિંગ ફિલ્મો “બધાઇ દો” “મિસ્ટર લેલે” અને “રક્ષાબંધન” છે. બધાઇ દોમાં ભૂમિ રાજકુમાર રાવ સાથે રોમાંસ કરતી જોવા મળશે. ભૂમિએ “દમ લગા કે હઇશા”થી બોલિવુડમાં પગ મૂક્યો હતો. પહેલી ફિલ્મમાં વજની મહિલાના પાત્રમાં તેના અભિનયને લોકોએ ઘણુ પસંદ કર્યુ હતુ. તે બાદ ટોયલેટ એક પ્રેમ કથામાં તે નજર આવી હતી અને તેના ટ્રાસંફોર્મેશને બધાને ચોંકાવી દીધા હતા.

ભૂમિએ બોલિવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે ઘણા ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં તેની એક અલગ ઓળખ સ્થાપિત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

Shah Jina