ખબર

ભૂજનો યુવક રૂમમાં માણી રહ્યો હતો યુવતિ સાથે સુખ, અચાનક આવી એક મહિલા અને કહેવા લાગી કે મારી દીકરી સાથે બળાત્કાર…

ભુજનો યુવક સુખ માણવા યુવતીને લઈને રૂમમાં ગયો, રંગરેલિયાં મનાવતો હતો અને ત્યાં થયો મોટો કાંડ

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપની જાળમાં ફસાવવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. હાલમાં જ ભૂજમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવી તેની પાસે 16 લાખની ખંડણી માંગવામાં આવી છે. આ કેસમાં પોલિસે કાર્યવાહી કરી ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. ભૂજના સુખપર ગામના રહેવાસી વિનોદ ગોરસિયાને છોકરીની લાલચ આપીને તેની પાસે કોલગર્લ મોકલવામાં આવી હતી. આ યુવક જયારે છોકરી સાથે રૂમમાં ગયો ત્યારે એક મહિલાએ તેને એવી ધમકી આપી કે તેણે આ મહિલાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે.

Image source

આ મામલો શાંત પાડવા મહિલાએ યુવક પાસેથી પૈસા પણ પડાવ્યા હતા. બાદમાં કથિત મહિા પોલિસ કર્મચારી આવી અને તેણે ફરિયાદ ન નોંધવા માટે 50,000 રૂપિયા પડાવ્યા હતા. ત્યારથી આ સિલસિલો શરૂ થયો હતો. ‘યુવતીએ દવા પી લીધી છે, હવે યુવતી મરી ગઈ છે…’ આવા અલગ અલગ બહાને યુવક પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા અને તેનું અપહરણ પણ કરવામાં આવ્યુ હતુ. યુવકેે આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલિસે કાર્યવાહી કરી ત્રણને ઝડપ્યા હતા.

આ મહિલાની ઓળખ પણ કરી લેવામાં આવી છે અને જલ્દી જ તેને પણ ઝડપી લેવામાં આવશે. 16 લાખની ખંડણી માંગવાના કેસમાં વિનોદ ગોરસિયા નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી. વિનોદની ફરિયાદને આધારે પોલિસે ત્રણની અટકાયત કરી અને 16,000 રૂપિયા હાલ રિકવર કર્યા છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, ગાડીમાં આવેલા શખ્સો કથીત રીતે એલસીબીના માણસો હોવાની ઓળખ અપાઈ હતી જેથી માનકુવા પોલીસે તપાસ કરીને ભુજની રાવલવાડીમાંથી આરોપી પરેશ રમેશ ગોહિલને ઉઠાવી પૂછપરછ કરી હતી. ત્યારે મીરજાપરના રતન ગઢવીનું નામ સામે આવતાં ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત હવે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જૂનાગઢમાંથી પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. જૂનાગઢના બોડગવાસમાં રહેતા 28 વર્ષીય રવિ હરિભાઈ સોલંકીએ ટિંડર એપ ઉપર છોકરી મળે તે હેતુથી એપ ડાઉનલોડ કરી હતી. જેમાં તેને એક યુવતી સાથે ચેટ શરૂ થઇ હતી.

જેના બાદ યુવતીએ રવિ સાથે મીઠી મીઠી વાતો કરવાનું શરૂ કર્યું હતું અને તેને મળવા માટે પણ કહ્યું હતું, શરૂઆતમાં રવિએ મળવા માટે ના પાડી દીધી હતી, પરંતુ પછી યુવતીએ એમ કહ્યું કે કોઈ પ્રોબ્લમ નહીં થાય પછી રવિ મળવા માટે તૈયાર થયો હતો. જેના બાદ રવિને ઘાંચીપટ વિસ્તારમાં આવેલા કસરે ખ્વાજા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બોલાવ્યો હતો.

જ્યાં પહોંચતા જ રવિએ મેસેજ કરતા તેને રૂમની અંદર આવી જવાનું જણાવ્યું હતું. રવીના રૂમમાં જવાની સાથે જ એક અજાણ્યા યુવાને દરવાજો બંધ કરી લીધો હતો અને ત્યારબાદ ત્રણ યુવાનો આવી અને તેને માર મારવા લાગ્યા હતા. ઉપરાંત તેને એમ પણ કહેવામાં આવ્યું કે તું અહીંયા ખરાબ ધંધા કરવા આવે છે, રવિનો મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો અને જીવતો જવું હોય તો 50 હજાર રૂપિયા આપી દે એવી ધમકી પણ આપવામાં આવી હતી.

જેના બાદ જબરદસ્તી રવિ પાસેથી ગુગલ પેનો પિન મેળવીને 31 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા અને એટીએમનો પિન મેળવીને 24, 000 ઉપાડી લેવામાં આવ્યા હતા, જેના બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. આમ રવિ સાથે કુલ 55 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટના બાદ રવિએ તેના મિત્રને બોલાવીને સમગ્ર હકીકત જણાવી હતી, જેના બાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશન જઈને ચાર અજાણ્યા શકશો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.