ખબર

ભુજમાં આલ્ફાઝ ખલિફાએ હિંદુ પરિણીતાને કહ્યું, મારી સાથે પ્રેમ સબંધ બાંધી લે હું તને મુંબઇ ફરવા લઈ જઈશ, દુકાનનું શટર બંધ કરીને….જાણો સમગ્ર ઘટના

Salon Worker Molested A Woman : ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ કે મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હાલમાં ભુજમાં એક સલૂનમાંથી પરણિત મહિલાની છેડતી થયાની ઘટના બની છે. ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર આવેલા સલૂનમાં કામ કરતા યુવકે પરણિત મહિલા સાથે છેડછાડ કરતા પીડિતાએ શખ્સ વિરૂદ્ધ ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ વિસ્તારમાં આવેલ રોકસ્ટાર ફેમિલી સલુન દુકાનમાં આ ઘટના ઘટી હતી.

પરિણીત યુવતીની છેડતી દુકાન સંચાલકે કરી હોવાની ફરિયાદ નોંધાતા ચકચારી મચી ગઇ હતી. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ, ભુજના કોડકી ગામે માવતરે આવેલ પરિણીત યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, ભુજના છઠ્ઠી બારી નજીક આવેલી રોકસ્ટાર ફેમિલી સલૂન નામની દુકાનમાં હેર સ્ટ્રેટનિંગ માટે તેના નાના ભાઈ સાથે ગઈ હતી અને તેનો ભાઈ તેને ત્યાં મૂકીને જતો રહ્યો હતો. જે બાદ આલ્ફાઝ ખલિફાએ હેર સ્ટ્રેટનિંગ માટે પહેલા સ્ટેપની પ્રક્રિયા પૂર્ણ કરી અને પછી બીજા સ્ટેપ માટે બે દિવસ પછી ફરી દુકાને આવવાનું કહ્યું.

Image Source

જે બાદ તે સવારના અરસામાં પિતરાઈ બહેન સાથે ગઈ હતી. તેની બહેનને ડ્રોઈંગ ક્લાસમાં જવાનું હોવાને કારણે તે નીકળી ગયા પછી ઉપરના માળે સોફા પર બેઠી હતી ત્યારે આરોપીએ તેના ખભા પર હાથ મૂક્યો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો. જેને લઇને પરણિતાએ કહ્યું કે મારા લગ્ન થઈ ચૂક્યા છે એ મને પસંદ નથી. આમ છતાં તેને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો અને દુકાનનું શટર બંધ કરી નાખ્યું. જો કે ઇન્કાર કરતા આરોપીએ હું કઈ નહિ કરું એમ કહી હેર સ્ટ્રેટનિંગની પ્રક્રિયા શરૂ કરી.

File pic

આરોપીએ આ દરમિયાન કહ્યું કે મારી સાથે પ્રેમ સબંધ બાંધી લે હું તને મુંબઇ ફરવા લઈ જઈશ. જો કે, તે બાદ પરણિતા દુકાનની બહાર નીકળી ગઈ અને હાટકેશ્વર પાસે પહોંચી તેની બહેનને મોબાઈલ ફોન કરી બોલાવી લીધી. પરણિતાએ આની જાણકારી તેની બહેનને પણ આપી અને પછી તેણે તેની મિત્ર અને મહિલા કેન્દ્રના પ્રમુખ બહેનને આપવીતી જણાવી તો તે દુકાન પર ચાલ્યા અને પોલીસને જાણ કરી બોલાવી. જો કે, ત્યારે આરોપી આલ્ફાઝ ખલિફા નાસી ગયો હતો. ઘટનાના પગલે પોલીસની સી ટીમ તુરંત બનાવ સ્થળે પહોંચી હતી.