...
   

હદ હે યાર ! ભુજના એસ.ટી બસ પોર્ટ પર ડ્રાઇવરે કર્યુ એક મહિલાને જાહેરમાં ચુંબન, અશ્લીલ હરકત કેમેરામાં કેદ થયા બાદ મચી ગયો હોબાળો

હદ હે યાર ! ભુજના એસ.ટી બસ પોર્ટ પર ડ્રાઇવરે કર્યુ એક મહિલાને જાહેરમાં ચુંબન

કચ્છના ભુજ ST બસ સ્ટેન્ડમાં એક ડ્રાઇવરનો અશ્લિલ હરકતનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એક મહિલા સાથે જાહેરમાં અશ્લીલ હરકત કરતો જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે ભુજ ST બસ સ્ટેન્ડમાં અશ્લિલ હરકત કરનારા ડ્રાઈવર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

રજાક અલાના તુરિયા નામના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હાલમાં જ STના ડ્રાઈવરના એક મહિલા સાથે જાહેરમાં અશ્લિલ હરકત કરતા મહિલા સાથે CCTV સામે આવ્યા હતા, જે બાદ આ કાર્યવાહી કરાઇ છે. જણાવી દઇએ કે, આ પહેાલ પણ આવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પણ બસ ચાલકને સસ્પેન્ડ કરાયો હતો.

ભુજ ST બસ સ્ટેશનમાં ડ્રાઈવરનો જાહેરમાં અશ્લિલ હરકત કરી ચેનચાળા કરતો વીડિયો સામે આવ્યા બાદ આ મામલે એસ.ટી.વિભાગીય નિયામક વાય.કે.પટેલે તપાસના આદેશ આપ્યા હતા અને તે બાદ રિપોર્ટ આવતા ડ્રાઈવર રજાક અલાના તુરિયાને સસ્પેન્ડ કરાયો છે.

સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી

Shah Jina