ઘરમાં એકલી રહેતી પરિણીત પ્રિયંકાનો જૂનો પ્રેમ તાજો થયો, જયારે પતિનો ખબર પડી તો….પતિ સાથે બેવફાઈનો ભયાનક અંજામ

આ સ્ટોરી વાંચ્યા પછી કોઈ પણ સંસ્કારી પત્ની બેવફાઈ કરવાની હિમ્મત નહિ કરે

એવું કહેવાય છે કે પ્રેમ માણસને પાગલ બનાવી દે છે, ઘણા પ્રેમીઓ પ્રેમમાં એ હદ સુધી પાગલ  બની જાય છે કે તે મરવા મારવા ઉપર પણ આવી જાય છે. આવા ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા અને સમાચારમાં અવાર નવાર સાંભળવા મળતા હોય છે.

આવો જ એક કિસ્સો હાલ ઓફિશની રાજધાની ભુવનેશ્વરના ભીમાતંગી ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પરણિત મહિલાની હત્યા કર્યા બાદ તેના પ્રેમીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મકાન માલિકને જાણ થઇ જવાના કારણે બંનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ પરણિતાને મૃત જાહેર કરી હતી અને પ્રેમીનો સારવાર દરમિયાન જીવ બચી ગયો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મૃતકનું નામ પ્રિયંકા છે. તેને તેના લગ્ન પહેલા જગન્નાથ નામના યુવક સાથે પ્રેમ થયો હતો. પરંતુ વર્ષ 2014માં તેના લગ્ન રાકેશ સાહુ નામના વ્યક્તિ સાથે થઇ ગયા હતા. લગ્ન બાદ બંનેને એક દીકરો પણ હતો. પરંતુ થોડા સમય પહેલા જ પ્રિયંકા અને જગન્નાથ વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઇ હતી અને જૂનો પ્રેમ પાછો જાગી ઉઠ્યો હતો.

પ્રિયંકાનો પતિ ઘરે ના હોય ત્યારે પ્રિયંકા અને જગન્નાથ લામાબો સમય સુધી સોશિયલ મીડિયા દ્વારા એક બીજા સાથે ચેટ કરતા હતા, આ દરમિયાન બંને વચ્ચે કઈ અજુક્તું બનતા પ્રિયંકાનો પતિ જયારે ઘરે નહોતો ત્યારે જગન્નાથ ઘરે આવ્યો અને પ્રિયંકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, જેના બાદ તેને પણ પોતાના હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો, એ દરમિયાન જ મકાન માલિક આવતા પ્રિયંકા અને જગન્નાથ અલગ અલગ રૂમમાં પડેલા હતા. જેના બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં પ્રિયંકાને ડોકટરે મૃત જાહેર કરી.

Niraj Patel