દેશભરમાં આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો કોઈને કોઈ કારણોસર આપઘાત જેવા પગલાં ભરતા હોય છે, ઘણીવાર પારિવારિક ઝઘડાઓ પણ આપઘાતનું કારણ બનતા હોય છે, પતિ પત્નીના ઝઘડાના કારણે કોઈ એક વ્યક્તિ આપઘાત કરી લેતું હોય છે, ત્યારે આપઘાતની સચ્ચાઈ સામે આવતા સૌના હોશ ઉડી જતા હોય છે.
આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે, જેમાં એક પ્રોપર્ટી ડીલર 36 વર્ષીય વિનય રજકે તેના સાસરિયાઓ અને પત્નીના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી. મૃતકે પરિવારના વોટ્સએપ ગ્રુપમાં સુસાઈડ નોટ અને વીડિયો શેર કરીને સાસરિયાઓ અને પત્ની પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો છે. મૃતકે ન્યાય મેળવવા અંગે લખ્યું હતું અને કહ્યું હતું કે મને ન્યાય નહીં મળે તો મારો આત્મા ભટકતો રહેશે.
મળતી માહિતી મુજબ, વિનય રજકે 14 વર્ષ પહેલા બગસેવનિયાની રહેવાસી આરતી કુશવાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને 12 વર્ષ અને 7 વર્ષની બે દીકરીઓ છે. જાન્યુઆરીમાં આરતી તેની બે દીકરીઓ સાથે તેના પિયર ચાલી ગઈ હતી. તેણે વિનયની નજીક આવવાની ના પાડી. બુધવારે વિનયે ઘરે ફાંસી લગાવી દીધી હતી. આ પહેલા તેણે પરિવારના વોટ્સએપ ગ્રુપ પર સુસાઈડ નોટ અને વીડિયો શેર કર્યો હતો.

જેના બાદ જ્યારે પરિવારના સભ્યો અને પડોશીઓ વિનયને જોવા માટે આવ્યા, ત્યારે તે ફાંસી પર લટકતો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હમીદિયા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે હવે આ મામલામાં એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે.

વિનયે આપઘાત કરતા પહેલા તેની પત્નીને કહ્યું હતું કે હું મરવા માટે જઈ રહ્યો છે. મારા મોત માટે તારા માતા-પિતા અને પરિવારજનો જવાદાર હશે. આરતીએ વિનયની વાત સાંભળીને કઈ કહ્યું તો નહીં પરંતુ માથું હલાવીને પરવાનગી આપી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે, 13 અને 43 સેકેંડના વીડિયોમાં આપઘાત કરતા પહેલા આરતી અને વિનયની છેલ્લી વાતચીત છે.
હવે પોલીસે આ વીડિયોના આધાર ઉપર આરતી અને તેના માતા પિતા સમેત 4 લોકો ઉપર આપઘાત માટે ઉક્સાવવાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપી સસરા ગણેશ કુશવાહની પણ ધરપકડ કરી લીધી છે. વિનયના અંતિમ સંસ્કારમાં પણ તેના સાસરી વાળા જોડાયા નહોતા. આ ઘટના મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની છે.