સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય અને કેટરીનાના રોમાન્ટિક સીન જોઈને થિયેટરમાં જ ભાન ભુલ્યો આ યુવક, યુવતીની કરી છેડતી, તો દર્શકોએ ચખાડ્યો મેથીપાક

દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. દિવાળી ઉપર ઘણા લોકો પોતાના પરિવાર સાથે ફરવા માટે બહાર નીકળ્યા તો કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ થયેલા સિનેમા હોલ પણ ખુલવાની સાથે જ લોકો ફિલ્મો જોવા માટે પણ પહોંચી ગયા. આ દિવાળી ઉપર અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી પડદા ઉપર રિલીઝ થઇ અને સિનેમા હોલ પણ દર્શકોથી ખચાખચ ભરાવવા લાગ્યા.

એક્શન અને ડ્રામાંથી ભરપૂર સૂર્યવંશી ફિલ્મમાં ઘણા રોમેન્ટિક દૃશ્યો પણ જોવા મળ્યા. ત્યારે ભોપાલના એક સિનેમા હોલની અંદર એક દર્શક અક્ષય અને કેટરીનાનું એક રોમાન્ટિક દૃશ્ય જોઈને ભાન  ભૂલી ગયો અને યુવતીની છેડતી કરવા લાગ્યો, પછી લાઈટ ચાલુ થઇ અને દર્શકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો.

આ ઘટના બની હતી ભોપાલના સંગમ સિનેમા હોલમાં. જ્યાં આ ફિલ્મની સાથે સાથે 0રિયલ એક્શન જોવા મળી. અહીં ફિલ્મ સૂર્યવંશીનો છેલ્લો શો રાત્રે 12 વાગ્યાનો ચાલી રહ્યો હતો. આ દરમિયાન અક્ષય અને કેટરીના વચ્ચે રોમાન્ટિક સીન પડદાં પર ચાલી રહ્યો હતો ત્યારે જ એક યુવકે પાછળ બેઠેલી યુવતીને અશ્લીલ ઈશારા કર્યા અને ગંદી હરકતો શરૂ કરી દીધી.

જેના બાદ રિયલ ફિલ્મ શરુ થઈ ગઈ. પહેલાં યુવતીએ સેન્ડલ ઉતારીને તેને માર મારવા લાગી, જે બાદ અન્ય દર્શકો પણ તેની પર તૂટી પડ્યા. પહેલાં બધાંએ થિયેટરની અંદર યુવકને માર માર્યો અને પછી થિયેટરની બહાર કાઢીને પણ માર્યો. જો કે મામલો પોલીસ સ્ટેશન સુધી ન પહોંચ્યો.

યુવક મારથી બચવા માટે પ્રાર્થના કરતો રહ્યો પરંતુ ભીડ તેને છોડવાના મૂડમાં ન હતી. હાલ આ યુવકની ઓળખ નથી થઈ. જ્યારે યુવકને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે થિયેટરમાં ગીત વાગી રહ્યું હતું. તેને યુવતીઓએ ચંપલથી પણ ફટકાર્યો. ભીડ તેને પોલીસ સ્ટેશન લઈને પહોંચે તે પહેલાં રોમિયોનો એક મિત્ર ત્યાં આવી ગયો અને તેને યુવતીની સામે જ યુવક પાસે માફી મંગાવી હતી, ત્યારે જઈને આ મામલો શાંત પડ્યો હતો.

Niraj Patel