આ કારણે આખા પરિવારે કરી આત્મહત્યા કરવાની કોશિશ, આટલાની મોત થઇ અને ઘટનાસ્થળે લોહીલુહાણ સ્થિતિમાં ટાઈલ્સ કટર

આર્થિક તંગીથી પરેશાન થઇને ઘણા લોકો મોતને વહાલુ કરી લેતા હોય છે, ઘણીવાર તો સમગ્ર પરિવારના મોતની ખબર આવતી રહેતી હોય છે, તેવામાં હાલ આવી જ એક ઘટના સામે આવી રહી છે. જેમાં એક પરિવારે આર્થિક તંગીથી પરેશાન થઇને આત્મહત્યા કરવાની કોશિશ કરી. આ ઘટનામાં પરિવારના બે લોકોની મોત થઇ ગઇ છે અને બે લોકોની હાલત ગંભીર છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તો પોલિસ તપાસમાં જોડાયેલી છે.

આ ઘટના ભોપાલના સહારા સ્ટેટ વિસ્તારની છે, જયાં એક સિવિલ એન્જીનિયરનો પરિવાર રહે છે. લોકડાઉન દરમિયાન સિવિલ એન્જીનિયરની નોકરી ચાલી ગઇ. જેને કારણે પરિવાર આર્થિક સંકટમાં આવી ગયો, લાંબા સમયથી આર્થિક સંકટથી ઝઝૂમ્યા બાદ પરિવારે આત્મઘાતી પગલુ ભર્યુ અને આત્મહત્યા કરવાની કોશિશ કરી. પતિ પત્નીએ જયાં ઝહેર ખાઇને જીવ આપવાની કોશિશ કરી ત્યાં 16 વર્ષના દીકરા અને 14 વર્ષની દીકરીને ગળુ કાપીને મારવાની કોશિશ કરી.

આ ઘટનામાં પતિ અને દીકરાની મોત થઇ ગઇ છે. તેમજ પત્ની અને દીકરી બંનેની હાલત ગંભીર છે. બંનેની હમીદિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાડોશીઓનું કહેવુ છે કે પરિવાર લાંબા સમયથી આર્થિક તંગીમાં હતો અને ડિપ્રેશનમાં હતો. જેને કારણે આવું પગલુ ભર્યુ. પોલિસ અનુસાર 55 વર્ષિય રવિ ઠાકરે સહારા સ્ટેટમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની રંજના ઠાકરે અને તેમનો દીકરો ચિરાગ તેમજ દીકરી ગુંજન હતા.

રવિ એક પ્રાઇવેટ ફર્મમાં સિવિલ એન્જીનિયર હતા. પરંતુ લોકડાઉનમાં તેમની નોકરી છૂટી ગઇ. પત્ની રંજના બ્યુટી પાર્લર ચલાવતી હતી. પરંતુ તેનું કામ પણ બંધ થઇ ગયુ. આ કારણે તે ડિપ્રેશનમાં હતી. બંને બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત સુસાઇડ નોટમાં રવિએ આર્થિક મુશ્કેલીઓ વિશે જણાવ્યુ છે. તેણે લખ્યુ કે, ભૂખ, ભવિષ્ય, બીમારી, ફીસ, ઘરનો ખર્ચ, નોકરી અને અન્ય ચૂકવણી જેમ કે મકાનનું ભાડુ, પુસ્તકો, કોપિયોનો ખર્ચ વગેરે મારા સામે છે

પરંતુ તે ખર્ચોનો સામનો નથી કરી શકતો. સૌથી મોટી સમસ્યા મારી નોકરી છે. પત્નીએ ઘરેલુ બિઝનેસ ચાલુ કર્યો જે કોરોનામાં બંધ થઇ ગયો. પડોશીઓનું કહેવુ છે કે ડિપ્રેશનને કારણે રવિની પત્નની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. તે નાની વાતો પર ઝઘડો કરવા લાગતી અને પથ્થર પણ ફેકી દેતી. તેની સારવાર પણ ચાલી રહી હતી. તબિયત ખરાબ હોવાને કારણે તે થોડો સમય પિયરમાં રહી હતી. શનિવારે સવારે ઝહેર ખાધા પછી તે પડોશી અજય અરોરા પાસે પહોંચી અને પૂરી ઘટના જણાવી. અજયે પોલિસને સૂચના આપી હતી.

Shah Jina