ધોરણ 9ની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, પપ્પાને ચા બનાવી પીવડાવી અને પોતે આઇસ્ક્રીમ ખાધો, પછી લગાવી લીધી ફાંસી

હસતા હસતા પપ્પાને ચા પીવડાવી પછી 9 મુ ભણતી અંશુ ફાંસીના ફંદે લટકી ગઇ, માતા-પિતાની રડી રડીને હાલત ખરાબ

ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી તો વિદ્યાર્થીઓ કોઇ કારણે માઠુ લાગી આવતા કે પછી પરિક્ષામાં નાપાસ થવાના ડરથી અથવા તો પરીક્ષા સારી ગઇ ન હોવાને કારણે આપઘાત કરી લેતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે. કેટલાક છોકરાઓ તો માતા-પિતાના ઠપકાને કારણે પણ આવું આત્મઘાતી પગલુ ભરતા હોય છે. ત્યારે હાલ એક ધોરણ 9ની વિદ્યાર્થીનીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે.આત્મહત્યા કરતા પહેલા મૃતક પરિવાર સાથે મેજિક શો જોવા ગઇ હતી, જ્યાંથી તે આનંદ સાથે પરત ફરી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

તેણે પરિવારને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે તેને આ શો વધારે પસંદ નથી આવ્યો. ઘરે આવીને તેણે આર્મીમાંથી નિવૃત્ત થયેલા પિતાને હસીને ચા પણ પીવડાવી અને રૂમમાં ગયા બાદ તેણે ફાંસીએ લટકી આત્મહત્યા કરી લીધી. હાલ આ મામલે પોલિસ તપાસ કરી રહી છે. જો કે, પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરિવારના સભ્યો પણ આવું પગલું ભરવાનું કારણ સમજી શકતા નથી. દીકરીના આપઘાતને પગલે માતા-પિતાની હાલત રડી રડીને ખરાબ છે. આ દુઃખદ ઘટના રવિવારની રાતની કહેવાય છે. જ્યાં પીપલાનીમાં રહેતા અવધેશ પ્રજાપતિ આર્મીમાંથી રિટાયર્ડ છે. તે રવિવારે આખા પરિવાર સાથે મેજિક શો જોવા ગયા હતા.

બધાએ આ શો માણ્યો, પરંતુ મૃત પુત્રી અંશુને આ શો પસંદ ન આવ્યો. તેણે પરિવારને આ વાત કહી કે જો આપણે ઘરે મૂવી જોઈ શક્યા હોત તો સારું થાત. તેણે રસ્તામાં તેની બહેન અને ભાઈ સાથે ઘણી સેલ્ફી લીધી. ઘરે આવીને તેણે સાંજે પપ્પા માટે ચા બનાવી અને પછી હસતાં હસતાં બધાં સાથે આઈસ્ક્રીમ ખાધો. થોડીવાર પછી તે તેના રૂમમાં ગઇ અને લાંબા સમય પછી જ્યારે તે બહાર ન આવી ત્યારે પરિવારના સભ્યોએ અંદર જઈને જોયું તો તે લટકેલી હાલતમાં મળી આવી હતી. જે બાદ હોબાળો મચી ગયો હતો.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પિતાએ પોલીસને જણાવ્યું કે ગઈકાલે તે અમારી સાથે રજામાં ફરવા ગઈ હતી, ત્યારે પણ તેને જોઈને લાગતું ન હતું કે તે કોઈ ટેન્શનમાં છે. શું થયું તે સમજાતું નથી.ત્યાં મામલાની તપાસ કરી રહેલા SIએ જણાવ્યું કે છોકરીએ પલંગ પર સ્ટૂલ મૂકીને દુપટ્ટાની ફાંસી સીલિંગ ફેન સાથે બાંધી દીધી. પછી તેને ગળામાં નાખીને સ્ટૂલ પર લાત મારી. પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ જાણી શકાયું નથી. આ દુઃખદ સમાચાર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી સામે આવ્યા છે.

Shah Jina