મનોરંજન

ફિલ્મ ભૂતનાથમાં જોવા મળેલો આ નાનો બંકુ આજે થઇ ગયો છે આટલો મોટો, દેખાય છે સલમાન કરતા પણ હેન્ડસમ

એક સમયે અમિતાભ જોડે ‘ભૂતનાથ’માં કામ કરીને બધા બાળકોનું દિલ જીતી લેનાર આ નાનું બાળક આજે આટલો મોટો અને સ્માર્ટ થઇ ગયો છે, છોકરીઓ જોશે તો ગાંડી થશે

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. બાળકો માટે ખાસ બનાવેલી ફિલ્મ “ભૂતનાથ”માં પણ તેમને મહત્વનો કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મની અંદર અમિતાભ બચ્ચન સાથે એક નાનું બાળક બંકુ પણ જોવા મળ્યો હતો અને આ ફિલ્મમાં તેને પણ ખુબ જ સરસ ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મની વાર્તા પણ બંકુની આસપાસ જ ફરે છે.

Image Source

આ ફિલ્મની અંદર અમિતાભની સાથે જુહી ચાવલા, શાહરુખ ખાન અને રાજપાલ યાદવ જેવા મહત્વના કલાકારો પણ છે. અમિતાભ આ ફિલ્મમાં ભૂતના પાત્રમાં જોવા મળે છે. ભૂતની મિત્રતા એક નાના બાળક સાથે થાય છે જેનું નામ બંકુ હોય છે. હવે ભૂતનાથ ફિલ્મમાં આ બંકુનું પાત્ર નીભાવનાર કલાકાર આજે ખુબ જ મોટો અને હેન્ડસમ થઇ ગયો છે. ચાલો જોઈએ આજે તે કેવો દેખાય છે અને શું કરે છે.

Image Source

ભૂતનાથ ફિલ્મમાં બંકુનું પાત્ર નિભાવનાર કલાકારનું નામ છે અમન સિદ્દીકી. અમન હવે ખુબ જ મોટો થઇ ગયો છે. તેને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત બાળ કલાકારથી કરી હતી. ભૂતનાથ ફિલ્મમાં બંકુનું પાત્ર નિભાવીને તે ખુબ જ લોકપ્રિય પણ બની ગયો હતો. અને તેનું પાત્ર પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું.

Image Source

અમન સિદ્દીકી હવે બોલીવુડમાં જોવા નથી મળતો, તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વિદાય લઇ લીધી છે. હાલમાં તે ખુબ જ સ્માર્ટ અને હેન્ડસમ દેખાય છે. ભૂતનાથ ફિલ્મમાં કામ કર્યા બાદ અમનને બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કરવા માટેની ઓફર મળી હતી. પરંતુ ત્યારે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા  માંગતો હતો.  તેને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપ્યું અને હાઇસ્કૂલની પરીક્ષામાં 90% મેળવ્યા. અભ્યાસના કારણે જ તેને પોતાના અભિનયના કેરિયરને પાછળ છોડી દીધું.

Image Source

બોલીવુડની અંદર એવા ઘણા કલાકારો છે જેમને ફિલ્મી કેરિયર માટે પોતાનો અભ્યાસ છોડી દીધો છે. પરંતુ અમન સિદ્દીકીએ અભ્યાસ કરવા માટે ફિલ્મી કેરિયર છોડી દીધું હતું. ફિલ્મો ઉપરાંત તે ઘણી જાહેરાતમાં પણ નજર આવ્યો છે. તે છતાં પણ તેને પોતાનો રસ્તો અભ્યાસ તરફ જ વાળ્યો.

Image Source

ફિલ્મો માટે ઓફર આવવાની વાતને લઈને અમને જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “જો ભવિષ્યમાં તેને જો ક્યારેય કોઈ ફિલ્મ માટે ઓફર મળશે તો તે આ ચાન્સને ક્યારેય નહીં ગુમાવે.”