બોલીવુડની લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદી બની સુરતની મહેમાન, બૉલીવુડ અને ઢોલીવુડના ગીતો ઉપર સુરતીઓને મન મૂકીને ઝુમાવ્યા

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા એવા ગુજરાતીઓ જેમનો આજે પણ દબદબો છે, એ પછી ફિલ્મ નિર્મતા હોય, કલાકાર હોય કે પછી કોઈપણ ગાયક હોય. તેમને બોલીવુડમાં પણ એક આગવું નામ ઉભું કર્યું છે. ત્યારે તે અવાર નવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે અને તેમના ચાહકોને મળવાનો લ્હાવો પણ આપતા હોય છે.

ત્યારે એવું જ એક બોલીવુડમાં પોતાનું આગવું નામ બનાવનાર લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદી હાલ સુરતના મહેમાન બન્યા હતા.  ભૂમિ ત્રિવેદીએ સુરતના ડુમસ પર આવેલા એક ફાર્મ હાઉસમાં યોજાયેલા લગ્નમાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાં પર્ફોમન્સ આપ્યું હતું.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એક છોકરીએ સફળ ગાયિકા થવા માટે પાતળો અવાજ હોવો જરૂરી છે. આ માન્યતાને બિલકુલ ખોટી સાબિત કરીને બેઝ વોઈસ સાથે પણ બોલીવૂડમાં ગુજરાતનું નામ ગૂંજતું કરતાં ગાયિકા એટલે ભૂમિ ત્રિવેદી.

વિવિધ રિયાલિટી શો દ્વારા ટીવી ક્ષેત્રે અને બોલીવૂડમાં નામ મેળવનાર ભૂમિનાં માતા શિક્ષિકા અને પિતા રેલવે કર્મચારી છે. બંને સંગીતનાં શોખીન અને જાણકાર છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાના ટાઇટસ સોંગ બાદ તેમણે શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’માં ‘ઊડી ઊડી’ ગીત ગાયું અને ત્યારબાદ ફિલ્મ ‘ઝીરો’માં ‘હુશ્ન પરચમ…’ ગીત ગાયું.

ત્યારે સુરતમાં યોજાયેલા આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં તેમને લગ્નમાં ઉપસ્થિત સૌ લોકોને બૉલીવુડ અને ઢોલીવુડના ગીતો ઉપર મન ભરીને ઝુમાવ્યા હતા. ભૂમિ ત્રિવેદીને લાઈવ ગાતા જોઈને લોકોનો ઉત્સાહ પણ બમણો જોવા મળ્યો હતો અને આખો જ કાર્યક્રમ ખુબ જ સુંદર બની રહ્યો હતો.

આ પ્રસંગે ભૂમિ ત્રિવેદીએ ગુજ્જુરોક્સ સાથે ખાસ વાતચીત પણ કરી હતી. અમારી ટીમ દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે “સુરતના મહેમાન બનાવ ઉપર કેવું લાગી રહ્યું છે ? ત્યારે ભૂમિ ત્રિવેદીએ કહ્યું હતું કે, “સુરતમાં આવીને ખુબ જ મજા આવી, ખુબ જ ધમાલ કરી અને બહુ ઓછું જોવા મળતું હોય છે અને મારા પર્ફોમન્સનો જે સમય હતો તેના કરતા વધારે સમય સુધી પર્ફોમ કર્યું.

આ ઉપરાંત ભૂમિ ત્રિવેદીએ સુરતની નવરાત્રીને પણ ખાસ યાદ કરી હતી અને કહ્યું હતું કે, સુરત આવતાની સાથે જ નવરાત્રીની યાદ તાજી થઇ જાય છે. સરથાણા સ્ટેડિયમમાં મેં નવરાત્રીના 10 દિવસ સુધી જે પર્ફોમન્સ આપ્યું તે મારા માટે ખુબ જ યાદગાર છે. અને હું ઈચ્છું છું કે બહુ જ જલ્દી સુરતમાં ફરીથી નવરાત્રી કરવાનું થાય.

અંતે ભૂમિ ત્રિવેદીએ એ પણ કહ્યું કે સુરત વાસીઓને હું બહુ જ બધો પ્રેમ આપું છું અને હું પણ એજ ઈચ્છું છું કે તમે બધા પણ સુરક્ષિત રહો અને ખુબ જ ખુશ રહો. બધાને મારી ખુબ ખુબ શુભકામનાઓ, બધાને મારો બહુ જ બધો પ્રેમ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

છેલ્લે ભૂમિ ત્રિવેદીએ ગુજ્જુરોક્સના ચાહકો માટે એક સરસ મજાનું ગીત “ઘૂંઘટ કી આડ મોરી..” ગીત પણ ગયું હતું અને સુરત વાસીઓ માટે ખાસ સંદેશ આપતા તેમને કહ્યું હતું કે, “બસ આમ જ ખાતા પિતા રહો, મોજ કરતા રહો. ખુશ રહેવામાં અને ખાવા પીવામાં સુરતીઓએ આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે.”

Niraj Patel