મુસ્લિમ પરિવારની છું,અભિનત્રી બનવા નીકળી તો સાંભળવા મળ્યા મહેણાં, અભિનેત્રીએ સંભળાવ્યું દુઃખ

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને મોડેલ સબા ખાન તેની સુંદરતા માટે ચર્ચામાં રહે છે. સબા ખાને આજતક જોડે વાતચીતમાં જણાવ્યું કે કેમ તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પસંદ કર્યું. એ સીવાય તેને પોતાના જીવન વિષે પણ ખુલાસો કર્યો. સબાએ જણાવ્યું કે તે મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને તેના કારણે તેને બોલિવૂડમાં જવાની પરવાનગી ન હતી.

સબા ખાને કહ્યું કે મને બાળપણથી જ અભિનયનો શોખ હતો પરંતુ હું એક મુસ્લિમ પરિવારમાંથી છું. અમારે ત્યાં છોકરીઓને  આ વ્યવસાયમાં જવાની પરવાનગી આપવામાં નથી આવતી. પરંતુ મેં મારા સપનો સાથે સમાધાન ના કરતા આ ફિલ્ડમાં આવવાનો ફેંસલો કર્યો. મારો પરિવાર મને હંમેશા તાણા મારતો હતો કે તું ફિલ્મ જગતમાં કંઈ પણ નઈ કરી શકે, આ દુનિયા તારા માટે નથી.

તેણે આગળ કહ્યું કે જયારે તે ડાન્સ ક્લાસ જતી હતી ત્યારે તેનો પરિવાર તેને ઘણું બધું સારું નરસું સંભળાવતા હતા. તેમણે મને તેમનાથી અલગ પણ કરી દીધી હતી .પણ મેં હિમ્મત ના હારી અને અને આજે બધાને મેં ખોટા સાબિત કર્યા. એટલું જ નઈ આજે હું એક એકલી જ ફેમિલી મેમ્બર છું કે જે અત્યારે કમાવું છું અને મારી કમાણી પર મારો પરિવાર ચાલે છે. તો બસ હું એટલું જ કહીશ કે કોઈ બીજાથી ના શીખો, મહેનત કરો સફળતા જરૂર મળશે.

તેને કહ્યું કે મારા કેરિયરની શરૂઆત અલગ ઢંગથી થઇ, જે મને વર્લ્ડ વાઈલ્ડ રેકોર્ડ્સએ આપી. આ કંપનીના એમ.ડી રત્નાકર કુમારે મારી અંદરની પ્રતિભાને ઓળખી અને મને કંપની સાથે જોડાવાનો ફેંસલો કર્યો, જેના માટે હું તેમની ખુબ જ આભારી છું.

સબા કહે છે કે આજ ના સમયમાં ભોજપુરી ઇન્ડસ્ટ્રીને લોન્ચિંગ પેડની દૃષ્ટિએ જોઈએ તો એ અન્ય ઇન્ડસ્ટ્રીઓથી વધારે સારી છે. અહીં તમારા અંદરના ટેલેન્ટને જોવે છે નઈ કે તમારું બેગ્રાઉન્ડ.આપણે બીજી સિનેમા જગતની વાત કરીયે તો દરેક ઇન્ડસ્ટ્રીમાં તમે જોઈ શકો છો કે ત્યાં પરિવારવાદ છે.જેના પરિવારમાં પહેલાથી જ અભિનેતા કે અભિનેત્રી હોય છે તેમના બાળકોને જ દરજજો આપે છે, જે પહેલાથી જ મનોરંજન જગતમાં કામ કરતા હોય છે .પરંતુ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં એવું નથી. અહીં ટેલેન્ટ લોકોની કદર કરે છે.

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં હંમેશાથી અસ્લીલતા ફેલાવાનો આરોપ લાગતો આવ્યો છે. આની પર સબા ખાન કહે છે કે “જી હા, તમે સાચું કહો છો કે ભોજપુરી  ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા છે જે અસ્લીલ ગીતો બનાવે છે. પરંતુ બધાને એક દૃષ્ટિએ જોવું પણ સાચું નથી. ઘણા બધા ફિલ્મ મેકર છે જે ગંદુ કામ નથી કરતા. અહીં પણ સારા કંટેનની ફિલ્મો તથા એલબમ્સ હવે બની રહ્યા છે.,મુંબઈએ સપના દેખવાવાળા, મહેનત કરવાવાળાને કંઈક ને કંઈક આપ્યું છે હવે મારી વારી છે . મને એટલી બધી સારી ભોજપુરી બોલતા નથી આવડતું પણ થોડી ઘણી બોલી લઉ છું.

Krishna Patel