માયાનગરી મુંબઈમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકટનો થયો પર્દાફાશ, પ્રખ્યાત અભિનેત્રી સાથે ખ્યાતનામ મોડલ પણ ધરપકડ, જાણો સમગ્ર મામલો

એક્ટિંગ સાથે સાથે આ સુંદરી અભિનેત્રી અને મોડલોને હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટમાં લઇ જતી, પોલીસે રેડ મારી અને પછી… જુઓ સમગ્ર મામલો

દેશભરમાં સ્પા અને સલૂનની આડમાં ચાલતા ગેરકાયદેસર કામ અને કુટણખાના સતત ધમધમી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ અવાર નવાર આવા સ્થળો પર દરોડા પાડીને તેનો પર્દાફાશ પણ કરવામાં આવતો હોય છે. ત્યારે મુંબઈ પોલીસે શુક્રવારે ગોરેગાંવની એક આલીશાન હોટેલમાં સેક્ષ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મીડિયા રીપોર અનુસાર મુંબઈ પોલીસે જણાવ્યું કે આ દરમિયાન ત્રણ મોડલને પણ રેસ્ક્યુ કરવામાં આવી છે, જેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, સૂચનાના આધારે કાર્યવાહી કરતા, પોલીસ એન્ફોર્સમેન્ટ સેલની એક ટીમે મોડી સાંજે હોટલના રૂમમાં દરોડો પાડ્યો હતો.

તેમણે કહ્યું કે ભોજપુરી અભિનેત્રી તે ત્રણ મોડલની એજન્ટ તરીકે કામ કરતી હતી. તેણીએ એમ પણ ઉમેર્યું હતું કે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, તેણીએ હિન્દી, પંજાબી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં OTT શો અને ગીત આલ્બમ્સમાં કામ કર્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પીડિતાને એક એવી વ્યક્તિ પાસેથી ખરીદી હતી જે અન્ય રાજ્યોની મહિલાઓની તસ્કરીમાં સંડોવાયેલ છે.”

પીડિતાને વેશ્યાલય ચલાવતી બે મહિલાઓ દ્વારા વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી હતી, અધિકારીએ જણાવ્યું હતું. બાંગુર નગર પોલીસે બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અને અનૈતિક ટ્રાફિક નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાએ અભિનેત્રીની ધરપકડ કરી છે. પોલીસની તપાસ મુજબ અભિનેત્રી 6 વર્ષથી મુંબઈમાં રહે છે, પરંતુ તે ક્યારથી આ ધંધો કરે છે તેની માહિતી હાલમાં મળી શકી નથી.

Niraj Patel