અજબગજબ જાણવા જેવું ધાર્મિક-દુનિયા

ભીષ્મ પિતામહે મૃત્યુના સમયે સ્ત્રીઓ વિશે કહી કંઇક આવી 10 વાતો, જે દરેક પુરુષે જાણવી ખુબ જરૂરી છે

મહાભારત અનંત જ્ઞાનનો ભંડાર છે. તેમાં નીતિ, ધર્મ, રાજનીતિ, જ્ઞાન, વિજ્ઞાન, યોગ, ઇતિહાસ, રહસ્ય વગેરે વાતોનો સમાવેશ થાય છે. આ ધર્મગ્રંથ હોવાની સાથે સાથે સામાજિક ગ્રંથ પણ છે.

સનાતન કાળની વાત હોય કે પછી આજની, જયારે-જયારે કોઈએ પણ સ્ત્રીનું અપમાન કર્યું છે, તેનો વિનાશ નિશ્ચય થયો છે. જયારે દ્રૌપદીના ચીરહરણ થયા હતા ત્યારે સભામાં ઉપસ્થિત દરેક લોકો તેનું અપમાન થતું જોઈ રહ્યા હતા. પણ કોઈએ આ ઘટનાક્રમને રોકવાની કોશિશ કરી ન હતી. ત્યારે દ્રૌપદીએ ક્રોધિત થઈને કૌરવોને શ્રાપ આપ્યો અને આખરે કૌરવોનો અંત થયો હતો. આ વાતનો ઉલ્લેખ પણ મહાભારતમાં છે.

Image Source

તેવી જ રીતે જયારે રાવણ, માતા સીતાનું અપહરણ કરીને તેને લંકા લઇ ગયો હતો અને તેનું અપમાન કર્યું હતું ત્યારે માતા સીતાના શ્રાપને લઈને આખી લંકા સમાપ્ત થઇ ગઈ હતી. સાથે જ માતા સીતા જ રાવણના અંતનું કારણ બની હતી. જો કે પ્રાચીન કાળથી મહિલાઓનું સન્માન કરવાનું કહેવામાં આવ્યું છે.

અઢાર દિવસ ચાલેલા મહાભારત યુદ્ધમાં દસ દિવસ સુધી તો એકલા ભીષ્મ પિતામહે ઘમાસાણ યુદ્ધ કરીને પાંડવોને હેરાન કરી દીધા હતા. પછી તેઓ મૃત્યુ શૈયા પર બાણ શૈયા પર પહોંચ્યા હતા. આ પછી પણ યુદ્ધ 8 દિવસ સુધી ચાલ્યું હતું. અને તેઓ 58 દિવસ સુધી બાણ શૈયા પર પડયા રહયા હતા. અને પછી મૃત્યુ પામ્યા હતા. બાણશૈયા પર સુતેલા હતા, ત્યારે તેમણે મહિલાઓ વિશે એવી જ કાઈક ગુપ્ત વાતો જણાવી જે દરેક પુરુષે જાણવી ખુબ જરૂરી છે.

Image Source

1. મૃત્યુ શૈયા પર ભીષ્મ પિતામહ:

આ મહાભારતનો તે સમય હતો જયારે યુદ્ધમાં અર્જુનના બાણોથી ઘાયલ થયેલા ભીષ્મ પિતામહ બાણોને શૈયા પર લેટીને પોતાના મૌતની પ્રતીક્ષા કરી રહ્યા હતા.

2. નીતિની વાતો:

અંતિમ સમયમાં ભીષ્મએ યુધીસ્થિરને પોતાની પાસે બોલાવ્યો અને જીવન-નીતિ સાથે જોડાયેલી અમુક વાતો જણાવી. તેમણે યુધીસ્થીરને મહિલાઓ સાથે જોડાયેલી અમુક રહસ્ય બતાવ્યા જે એક ઉત્તમ પુરુષે જાણવું ખુબ જરૂરી છે.

3. સમ્માન પર જોર:

ભીષ્મે મહિલાઓ સાથે જોડાયેલ એવા ગુપ્ત રહસ્ય જણાવ્યા, જેનું ધ્યાન દરેક પુરુષની સાથે સાથે પરિવારના દરેક સદસ્યએ રાખવું જોઈએ.

4. સ્ત્રીનું સુખ:

ભીષ્મ પિતામહે જણાવ્યું કે, તે જ ઘરમાં પ્રસન્નતા વાસ કરે છે, જ્યાં સ્ત્રીઓ પ્રસન્ન હોય છે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન ન હોય અને તેને ઘણા પ્રકારના દુઃખ આપવામાં આવતા હોય, ત્યાં ભગવાન અને દેવતા પણ વાસ છોડી દે છે.

5. દુઃખની વાત:

જે ઘરમાં મહિલાઓનું નિરંતર અપમાન કરવામાં આવતું હોય ત્યાં દુઃખ, વગેરેની અધિકતા રહે છે.

6. બેટીઓનું સન્માન:

ભીષ્મએ જણાવ્યું હતું કે, જે પરિવારમાં પોતાની દીકરીઓને અને પોતાની વહુઓને સન્માન આપવામાં નથી આવતું, અને તેઓને દુઃખ આપવામાં આવે છે, તેઓને ક્યારેય પણ સુખ નથી મળતું.

7. વહુનું સન્માન:

જો તમે ઇચ્છતા હોવ કે સાસરીમાં પોતાની દીકરીને સન્માન મળે અને તે ખુશ રહી શકે, તો સૌથી પહેલા ખુદની વહુને એટલોજ સન્માન આપવો પડશે.

8. શ્રાપ-શોકથી મુક્તિ:

ભીષ્મએ જણાવ્યું કે, મનુષ્યએ એવું કાઈ પણ કામ ન કરવું જોઈએ જે તેને શ્રાપ, શોક જેવી ચીજો તરફ ધકેલે. આપણે એવી ચીજોથી બચીને રહેવું જોઈએ.

9. મહિલાઓ અને રોગીયોનો શ્રાપ:

ભીષ્મ પિતામહે કહ્યું કે, બાળકો-બાલિકાઓ, અસહાય, તરસ્યા, ભૂખ્યાઓ, મહિલાઓ, ગર્ભવતી, તપસ્વીઓ અને મરણાસન્ન લોકોને કયારેય પણ પણ પરેશાન કરવું ન જોઈએ. જો કોઈ આવું કરે તો તેઓનો અંત નિશ્ચય છે.

10. રામાયણ છે ઉદાહરણ:

રાવણે પણ માતા સીતાનું અપહરણ કરીને તેને માનસિક રૂપથી પ્રતાડિત કર્યું હતું. તેના બાદ માતા સીતાએ રાવણને શ્રાપ આપ્યો અને રાવણનો વિનાશ થઇ ગયો હતો. ઠીક એવીજ રીતે મહિલાઓને દુઃખ આપનારાઓનો અંત નિશ્ચય હોય છે.

મહાભારતના યુદ્ધમાં લાખો મૃત્યુ પછી પણ કુરુક્ષેત્રમાં નથી મળી એક પણ લાશ, જાણો એનું રહસ્ય!!

क्षौहिणी हि सेना सा तदा यौधिष्ठिरं बलम्। प्रविश्यान्तर्दधे राजन्सागरं कुनदी यथा ॥

Image Source

મહાભારતની લડાઇમાં 18 અક્ષૌહિની સેનાનો નાશ થયો હતો. અક્ષૌહિની પ્રાચીન ભારતમાં સૈન્યનું માપ હોતું હતું. એક અક્ષૌહિની સેનામાં હાથી, ઘોડાઓ અને સૈનિક સહિત લાખો જીવધારી હોય. વિચારશીલ વાત એ છે કે જ્યારે એટલું વિશાળ યુદ્ધ થયું અને લાખો સૈનિકો માર્યા ગયા તો તેમાના શવનો શું થયું હશે?

આ તર્ક મુજબ ઘણા લોકો મહાભારતને એક કલ્પના પણ કહે છે. પરંતુ આ યુદ્ધની સાબિતી ન મળવાની પાછળ કેટલાક કારણો છે. જી હા, ના ફક્ત લોકમાન્યતાઓના આધારે, પરંતુ મહાભારત ગ્રંથના આધારે જો જોઈએ તો તેની પાછળ કંઈક વિશેષ કારણ છે.

તો ચાલો આપણે જાણીએ કે આખરે કેમ નહિ મળી એ યુદ્ધના મૃત યોદ્ધાઓની લાશ…

દ્વાપર યુગમાં થયેલ આ યુદ્ધનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. 18 દિવસ સુધી ચાલેલ આ યુદ્ધને પ્રાચીન ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે.

Image Source

લાખો સૈનિકો માર્યા ગયા:

આ યુદ્ધમાં કૌરવોની તરફથી 11 અક્ષૌહિની સેના હતી અને પાંડવો તરફથી 7 અક્ષૌહિની સેના હતી. આ રીતે મહાભારતનાં યુદ્ધમાં કુલ 18 અક્ષૌહિની સેનાએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો અને મૃત્યુ પામ્યા. એક અક્ષૌહિની સેનામાં 21870 રથ, 21870 હાથી, 65610 ઘોડેસવાર અને 109350 પેદળ સૈન્ય હતા. વિકિપીડિયા અનુસાર 18 અક્ષૌહિની સેનામાં બધા જ જીવધારીઓમાં હાથીઓ, ઘોડાઓ અને માણસો-કુલ સંખ્યા 1,14,16,374 હતી.

તો ક્યાં ગઈ એ બધી લાશ:

હવે પ્રશ્ન એ છે કે આ લાખો લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમની લાશ ક્યાં ગઈ છે. અને કુરુક્ષેત્રમાં સંશોધનકારોને ભારે જથ્થામાં આવા કોઈ પુરાવા મળ્યા નથી.

Image Source

આવો જાણીએ તેનું કારણ:

પહેલાં દુશ્મન સાથે દુર્વ્યવહાર થતો ન હતો. આજે ભલે ને દુશ્મનના દેહ સાથે દૂરવ્યવહાર કરવામાં આવે. પરંતુ પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિ જે હોય તે તેના દેહને માન સન્માન આપવામાં આવતું હતું.

પહેલા હતા આ નિયમો

કિવદંતીને અનુસાર, પહેલા યુદ્ધના કેટલાક નિયમો હતા. નિયમ અનુસાર દિવસે જ યુદ્ધ થતું હતું અને સૂર્યાસ્ત થતાં જ યુદ્ધને વિરામ આપવામાં આવતો હતો. અને પોતાના પોતાના એરિયામાં બધા જ આરામ કરતાં હતા. સાથે જ જે સૈનિકોના દેહ યુદ્ધ ભૂમિ પર પડ્યા હોય તેને અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા અથવા તો તેના પરિવારને સોપી દેવામાં આવતો.

આ યોધ્ધાઓના મળે છે મહાભારતમાં વર્ણન:

મહાભારતમાં કર્ણ અને અભિમન્યુના અંતિમસંસ્કારનું મળે છે વર્ણન. મહાભારતમાં સ્ત્રી પર્વ મુજબ યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરના કહેવાથી પાંડવોએ બંને પક્ષોના મૃતદેહોને અંતિમ સંસ્કાર કર્યા હતા.

Image Source

શું કહે છે જાણકાર:

કુરુક્ષેત્રના પૌરાણિક ઇતિહાસનો વિસ્તૃત અભ્યાસ કરનારા જાણકાર જણાવે છે કે ઉત્તરાયણના દિવસે જ્યારે ભીષ્મ પિતામહે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા, તે દિવસે યુદ્ધ પૂરું થયું ત્યારબાદ કુરુક્ષેત્રની ભૂમિને જલાવી દેવામાં આવી હતી. આમ એટલા માટે થયું કે દરેક મૃત યોદ્ધાને સ્વર્ગમાં સ્થાન મળે અને તેમના મૃતદેહોનું શુદ્ધકરણ થાય.

તેથી નથી મળ્યા કોઈ પુરાવાઓ:

કિવદંતીઓ અને લોકમાન્યતાઓ અનુસાર, કદાચ આ જ કારણ છે જેના કારણે લાખો જીવંત લોકોના મૃત્યુ પછી પણ કુરુક્ષેત્રમાં કોઈ પુરાવા મળ્યા નહી.