રસોઈ

ચટાકેદાર,મસાલેદાર અને સ્વાદિષ્ટ ‘ભીંડા ફ્રાય’ ની રેસીપી જાણો, આંગણા ચાંટતા રહી જાશો….

ભીંડા ફ્રાય એક સ્વાદીષ્ટ અને ઝટપટ બનતું ભીંડા નુ શાક છે. જે રોજ ખાવા મા રોટી કે ચપાટી ની સાથે પીરસવા મા એક્દમ સ્વાદીષ્ટ છે. આમા ભીંડી ને ગરમ તેલ મા નરમ થાય ત્યા સુધી તળવા મા આવે છે. અને પછી એમા કાંદા, શેકેલો બેસન (ચણા નો લોટ) અને અન્ય મસાલા સાથે બનાવવા મા આવે છે. આ શાક મા ગ્રેવી નથી હોતી. આ રેસીપી મા જણાવ્યુ છે કે કેવી રીતે આસાની થી ભીંડા નું આ સુકુ શાક બનાવી શકાય છે.

 • ભીંડા ફ્રાય બનાવા માટે ની પુર્વ તૈયારી નો સમય : ૧૦ થી ૧૫ મીનીટ
 • ચડવા નો સમય : ૨૦ થી ૨૫ મીનીટ
 • કેટલા લોકો માટે : ૨ થી ૩ લોકો માટે

ભીંડા ફ્રાય બનાવા માટે ની સામગ્રી:

 • ૨૫૦ ગ્રામ – ભીંડા
 • ૨ – મધ્યમ ની ડુંગળી, લંબાઈ મા સુધારેલા
 • ૨ નાની ચમચી – બેસન (ચણા નો લોટ) શેકેલો
 • ૨ નાની ચમચી – ધાણાજીરુ
 • અડધી નાની ચમચી – હળદર ભુકો કરેલી
 • અડધી ચમચી – લાલ મરચા નો પાઉડર (વૈકલ્પીક)
 • અડધી નાની ચમચી – ગરમ મસાલા પાઉડર
 • અડધી નાની ચમચી – જીરા
 • એક ચપટી – હીંગ
 • અડધી ચમચી – આમચુર પાઉડર
 • ૨ નાની ચમચી – બારીક સુધારેલી કોથમરી
 • બે નાની ચમચી – તેલ
 • મીઠું – સ્વાદ અનુસારભીંડા ફ્રાય બનાવા ની વીધી:
  ૧) સૌ પ્રથમ ભીડા ના આગળ ના ભાગ ને અને નીચે ના પાતળા ભાગ ને કાપી લ્યો. હવે ભીડા ના વધેલા ભાગ ને બે ભાગ મા કાપી લ્યો. કોઈ ભીંડો વધારે લાંબો હોય તો તેના ત્રણ ભાગ કરો. પછી એક કડાઈ મા અડધી ચમચી તેલ નાખો. હવે આ કડાઈ ને મધ્યમ આચ ઉપર ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય ત્યારે તેમા ભીંડા ને નાખો.

  ૨) ભીંડા ધાટા લીલા કલર ના થાય ત્યા સુધી અને થોડા પાતળા થઈ ત્યા સુધી ચડવા દો. આમા લગભગ ૭ થી ૮ મીનીટ લાગશે. જો ભીંડો વધારે લીલો કે ભીનો હોય તો થોડી વાર વધારે તળો. સમાન રૂપ થી ચડાવવા માટે તેમજ ચીપકવા થી રોકવા માટે તેને થોડી થોડી વારે હલાવતા રહો. પછી તેમા હળદર નાખો.

  ૩) આ બધા ને સારી રીતે મીક્સ કરી લ્યો અને એક મીનીટ સુધી ચડવા દો. ભીડા ને બહુ કડક ન થઈ જાય તેનુ ધ્યાન રાખવુ. હવે ગેસ બંધ કરી લ્યો. અને ભીંડા ને એક ડીશ મા કાઢો.૪) આજ કડાઈ મા બે ચમચી તેલ ગરમ કરો. તેલ ને થોડુ ગરમ થવા દો. ત્યાર બાદ તેમા જીરુ નાખો જ્યારે જીરુ સોનેરી કલર નુ થવા લાગે ત્યારે તેમા હીંગ નાખો. અને થોડી સેક્ન્ડ માટે તળો. પછી તેમા સુધારેલી ડુંગળી નાખો. અને તેને હલ્કા ભુરા રંગ ના થાય ત્યા સુધી તળો. આમા લગભગ ૨ થી ૩ મીનીટ નો સમય લાગશે.

  ૫) આ બધુ તળાય જાય ત્યારે ગેસ ને ધીમો કરો. અને તેમા શેકેલો ભીંડો નાખો. આ ભીંડા ને સારી રીતે બધા મસાલા મા મીક્સ કરો. અને ધીમા ગેસે તેને ચડવા દો. અમા લગભગ ૨ થી ૩ મીનીટ નો સમય લાગશે. ભીંડો કડાઈ મા રાખી ને ધીરે ધીરે હલાવો.૬) ત્યાર બાદ તેમા શેકેલો બેસન અને આમચુર પાઉડર ને નાખો. ચમચા થી હલાવતા એક મીનીટ સુધી ચડવા દો. ત્યાર બાદ તેમા લાલ મરચુ, ગરમ મસાલો અને ધાણાજીરુ પાઉડર ને નાખો.

  ૭) ચમચા થી હલાવતા ૧-૨ મીનીટ સુધી પાછુ ચડવા દો, જેથી ભીંડા ઉપર સમાન રૂપે મસાલો લાગી જાય.

  ૮) ગેસ બંધ કરી લ્યો. અને પીરસવા માટે એક શકોરા મા કાઢો. તેને લીલી કોથમરી ઉપર નાખી સર્વ કરો. આને ગરમા ગરમ ખાવા ની મજા લ્યો. આને દાળ, શાક અને ચપાટી કે પરોઠા અને દહી સાથે પીરસો.

  ભીંડા ફ્રાય ને બનાવા માટે સુજાવ અને વિવિધતા
  જો સંભવ હોય તો ભીંડા ને બનાવતા પહેલા ૨ થી ૩ કલાક પહેલાજ ધોઈ લ્યો અને સુકવી લ્યો. જેથી ભીડા ની ચિકાસ જતી રહે.ભીડી ને બનાવતી વખતે પણ પાણી ન નાખો. કારણ કે ભીંડા માથી પણ થોડુ પાણી છુટશે. અને આ શાક ને બનાવતી વખતે ઢાંકો પણ નહી કારણ કે ભીડા મા પાણી છુટશે અને ભીંડો ચીકણો થઈ જાશે.
  આ શાક ને બનાવવા માટે નોન સ્ટીક તવો કે ભારે તળીયા વાળી કડાઈ નો ઉપયોગ કરો. આના થી આ શાક ચીકણુ થાશે નહી.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ