ખબર

ભીના કપડાથી પણ મિનિટોમાં જાણી શકો છો કે સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે, ખુબ જ આસાન છે… વાંચો માહિતી ક્લિક કરીને

સિલિન્ડરની કિંમત વધી રહી છે, ત્યારે એક મહિનો સિલિન્ડર ચલાવવો કેટલો મુશ્કેલ છે, એ તો એક ગૃહિણી જ જાણે છે. વધતા ભાવને કારણે દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેમના ઘરે સિલિન્ડર વધુ ચાલે. પણ એ માટે જાણવું જરૂરી બની જાય છે કે વપરાઈ રહેલા સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે. ઘણીવાર લોકો ગેસ કેટલો બચ્યો છે એ જાણવા માટે સિલિન્ડર હલાવીને ચેક કરી લે છે. પણ એનાથી ગેસ કેટલો બચ્યો છે એ વિષે સચોટ અંદાજો લગાવી શકાતો નથી. તો આજે જાણીએ કે ભીના કપડા વડે કઈ રીતે જાણી શકાય કે સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે.

Image Source

એલપીજી ગેસમાં કેટલો ગેસ બચ્યો છે, તેને લઈને મોટાભાગે લોકો કન્ફ્યુજ રહે છે. એકદમથી ગેસ ખતમ થવા પર ઘણીવાર સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. તમે ઈચ્છો તો ભીના કપડાંની મદદ વડે તમે અમુક જ મિનિટોમાં જાણી શકો છો કે સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે.

આ ટ્રીક ખુબ જ આસાન છે અને તેમાં અમુક જ સમયમાં તમે ગેસની જાણકારી મેળવી શકો છો. રિસર્ચ અનુસાર એ જાણવામાં આવ્યું છે કે ભીના કપડાની મદદથી ગેસની માત્રા જાણી શકાય છે. કેમ કે જ્યા લીકવીડ હોય છે, ત્યાંનું ટેમ્પ્રેચર ખાલી હિસ્સાની અપેક્ષામાં ઓછું હોય છે. આવો તો જાણીએ કેવી રીતે જાણી શકાય છે ગેસની માત્રા…

Image Source

સૌથી પહેલા તો કોઈ ભીના કપડા વડે સિલિન્ડરને પોતું મારો, અને તેને એવી રીતે સાફ કરો કે જેથી સિલિન્ડરની ઉપરની પરત પુરી રીતે ભીની થઇ જાય. ત્યાર પછી થોડો સમય સિલિન્ડર સુકાય ન જાય ત્યાં સુધી તેની રાહ જુઓ.

બે થી ત્રણ મિનિટ પછી સિલિન્ડરનો અમુક હિસ્સો સુકાયેલો તો અમુક હિસ્સો ભીનો જ રહી ગયેલો નજરમાં આવશે. સિલિન્ડરનો જેટલો હિસ્સો ભીનો નજરમાં આવશે સમજી લો કે તેટલો ગેસ બચેલો છે, અને અમુક સમય પછી આ ભીનો હિસ્સો પણ સુકાઈ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks