શ્રાવણમાં મોતનો તાંડવઃ ખાણ ધસી પડતા મજૂરી કરવા ગયેલા 7 લોકોના દબાઈને થયા મોત, એકસાથે નીકળી અંતિમ યાત્રા

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો આવા અકસ્માતનો ભોગ બની અને પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એક હૃદય કંપાવી દેનારી ખબર સામે આવી છે. જેમાં એક પથ્થરની ખાણ ઘસી પાડવાના કારણે 7 મજૂરોના દબાઈને મોત થઇ ગયા છે. આ ઘટનાના કારણે આખા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

આ ઘટના ઘટી છે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં જ્યાં બુધવારના રોજ એક એક પથ્થરની અવૈધ ખાણમાં દુર્ઘટના ઘટી ગઈ. આસિન્દ પોલીસ સ્ટેશન વિસ્તારના લાછુડા ગામની અંદર આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 7 મજૂરોના દબાઈને મોત થઇ ગયા હતા. જેમાં 3 યુવતીઓ અને 4 યુવકો હતા.

ગુરુવાર સવારે તેમાંથી 6 શબને એક સાથે કેમરી ગામમાં લાવવામાં આવ્યા. સાતમા શબને લપલિયા ખેડા ગામમાં પહોચવવામાં આવ્યું. કેમરી ગામના ગણેશ, કન્હૈયા, હિંગલાજ, ધર્માં અને મીના હસતા હસતા મજૂરી કરવા માટે લાછુડા માટે નીકળ્યા હતા.

હસતા હસતા કામ ઉપર ગયેલા આ 6 લોકોના શબ બીજા દિવસે ગામની અંદર  આવ્યા ત્યારે આખું ગામ હીબકે ચઢ્યું હતું. બધા જ 6 લોકોના એક સાથે ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઘણા લોકો તો પરિવારનો એક માત્ર સહારો હતો, કોઈ ભાઈ બહેન હતું, તો કોઈના માતા પિતાની પહેલાથી જ મોત થઇ ચુકી હતી. આ લોકો આ ખાણમાં મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ સૌના મોત બાદ તેમના પરિવારની હાલત પણ રડી રડી અને ખરાબ થઇ રહી છે.

Niraj Patel