ઘર પહોંચ્યો તો બોયફ્રેન્ડ સાથે મળી પત્ની, પત્નીની પરેશાન થઇને પતિએ ટ્રેન આગળ કૂદીને આપી દીધો જીવ

હોટેલના માલિકે જીવન ટૂંકાવી નાખ્યું, લાઈવ થઈને કહ્યું-મારા બૈરાનું બીજે અફેર ચાલે છે, એ મને…

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં મોટાભાગે કારણ માનસિક પ્રતાડના, ધાક-ધમકી, આર્થિક તંગી કે પછી પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પત્નીના અફેરથી પરેશાન થઇ પતિએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ. રાજસ્થાનના ભીલવાડામાં પત્નીના અફેરથી કંટાળીને હોટલ માલિકે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. હોટલ માલિકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પત્ની અને તેના બોયફ્રેન્ડની પોલ પટ્ટી ખોલી હતી.

તેણે વીડિયોમાં કહ્યું કે- તેની પત્ની અને પત્નીનો બોયફ્રેન્ડ તેને ધમકી આપે છે. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે મૃતકના ભાઈના રિપોર્ટ પર કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે મશીન માર્કેટમાં રહેતા 42 વર્ષીય કમલ કલવાનીએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. કમલની લાશ રેલવે ફાટક પાસે મળી આવી હતી. મૃતક પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો, જેના કારણે તેની ઓળખ થતાં પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસને મૃતકના મોબાઈલમાંથી એક વીડિયો મળ્યો છે.

જેમાં તેણે પત્નીના અફેરથી પરેશાન હોવાનું જણાવ્યું છે. યુવક વીડિયોમાં કહી રહ્યો છે કે પત્નીનું અફેર ચાલી રહ્યું છે. મેં બંનેને પકડ્યા, પછી કહ્યું તમે કંઈ કરી શકતા નથી. કાયદો મહિલાઓનો છે. મૃતકે વીડિયોમાં કહ્યું છે કે પત્નીનો બોયફ્રેન્ડ અને તેના પરિવારના સભ્યો મને ધમકી આપી રહ્યા છે. તેઓ કહે છે કે અમારી 50 લાખની આવક છે. અમે પોલીસ સ્ટેશનમાં પૈસા આપીએ છીએ. પત્ની ઝઘડે છે, માર પણ મારે છે. જેના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક કમલનો તેની પત્ની અને પત્નીના બોયફ્રેન્ડ સાથે વિવાદ ચાલતો હતો.

તેણે 27 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જીઆરપી પ્રભારી દિલીપ સિંહે કહ્યું કે મૃતકના ભાઈના રિપોર્ટ પર ભંવરલાલ દરગડ, પંકજ દરગડ, પંકજની પત્ની મીનાક્ષી, કમલની પત્ની વિદ્યા અને મધુ જૈન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સિંધી સમાજના લોકોએ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પણ આપી આરોપીઓની ધરપકડની માંગ કરી છે. મૃતક કમલના ભાઈ અજયે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના ભાઈ કમલની પત્નીનો બોયફ્રેન્ડ પંકજ સગા સંબંધીઓને ધમકાવીને બ્લેકમેલ કરતો હતો. કમલના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. તેમને બે પુત્રી અને એક પુત્ર છે.

Shah Jina