આપણા ઘરે જયારે વીજળી બિલ બનાવનાર કર્મચારી આવે ત્યારે આપણે ક્યારેય તેમને રોકતાં નથી. કેટલીક જગ્યાએ એવું પણ બને છે કે વીજળી બિલ બનાવનાર કર્મચારીને કોઈ ફરિયાદ અંગે આપણે બિલ બનાવતા રોકીએ તો કોઈ માથાભારે માનવી એ કર્મચારીની બિલ ના બનાવવા દે. પરંતુ ક્યારે તમે સાંભળ્યું છે કે ભેંસ બિલ બનાવતા રોકે ??? હા, આ સાચું છે.

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શિમાલીયા ગામથી. આ ગામના રહીશ બારીયા મોહનભાઇના ઘરે વીજ વિભાગનો કર્મચારી જયારે લાઈટ બિલ બનાવવા માટે પહોંચ્યો ત્યારે તેને જોયું કે વીજળીનું મીટર એક ઝાડ ઉપર ખૂંટે લગાવેલું છે અને એ ઝાડની નીચે જ ભેંસ બાંધવામાં આવી હતી. જયારે એ કર્મચારી મીટર પાસે પહોંચ્યો તો એ ભેંસ કર્મચારીને મારવા માટે દોડી. આથી એ કર્મચારીએ ભેંસનો વિડિઓ ઉતારી અને એ નામના બિલમાં લખી નાખ્યું કે “ભેંસ બીલ બનાવવા દેતી નથી. સદર ગ્રાહકનું મીટર ચેન્જ કરીને પેટીને સીલ મારીને જ્યાં ભેંસ બાંધવાનો ખીલો છે તેની ઉપર મીટર ઊંધૂં લગાવવામાં આવેલું છે. રીડિંગ કરવા જતાં ભેંસ મારે છે તો આવી પરિસ્થિતિમાં ગ્રાહકના મીટરનું રીડિંગ કેવી રીતે કરવું.”

કર્મચારીએ લિધેલોઓ વિડિઓ અને બિલનો ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રચલિત થી રહ્યા છે. પરંતુ આ ઘટનાથી વીજકર્મીઓ પણ પરેશાન છે. આવી પરિસ્થિતિમાં બિલ બનાવવું તો બનાવવું કઈ રીતે ?
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.