ગયા વર્ષે 29 ઓક્ટોબર 2018ને સોમવારના રોજ સવારે ઇન્ડોનેશિયાના જકાર્તામાં એક યાત્રી વિમાન બોઇંગ 737 મેક્સ 8 તેની ઉડાન ભર્યાના 13 મિનીટ પછી દરિયામાં ક્રેશ થઇ ગયું, આ પ્લેન પર 189 લોકો સવાર હતા. જેમાં 178 લોકો સાથે 3 બાળકો, 2 પાયલોટ અને 5 કેબીન ક્રૂ પણ સવાર હતા. આ દુર્ઘટનામાં આ દરેક વ્યક્તિ મૃત્યુ પાણી હતી. પણ આપણા ઇતિહાસમાં એવી ઘણી દુર્ઘટનાઓ બની છે, જેમાં જીવિત બચેલા લોકોએ જીવિત રહેવા માટે ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.
આવી જ એક ઘટના છે આ જે 1972માં એડીજના બરફના પર્વતો પર થઇ હતી. જેમ લગભગ બચી ગયેલા લોકો એ 72 દિવસ સુધી જીવતા રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પહેલા તો પોતાના સાથે રહેલા લોકોને પોતાની નજર સામે મરતા જોવા પડ્યા અને પછી પોતાનો જીવ બચાવવા માટે તેમના મૃત સાથીઓના શબને ખાવું પડ્યું હતું.

ઇતિહાસમાં આ દુર્ઘટના 1972 એડીજ ફ્લાઈટ ડિઝાસ્ટર અથવા મિરેકલ ઓફ ઇડીજના નામથી ઓળખવામાં આવે છે. આ દુર્ઘટના ફ્લાઈટમાં બેઠેલ ઉરુગ્વેના ઓલ્ડ ક્રિશ્ચન ક્લબની રુગ્બી ટીમના એ બે ખિલાડીઓ માટે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓએ અંત સુધી હાર નહોતી માની અને ઘણા બધા લોકોના જીવન તેમણે બચાવી લીધા હતા.
આ એક બહુ ભયાનક બનાવ હતો. 13 ઓક્ટોબર 1972ના દિવસે આ અકસ્માત થયો હતો. રુગ્બીના ખેલાડીઓ એ ચીલીના સેન્ટીયાગોમાં મેચ રમવા માટે જઈ રહ્યા હતા. ઉરુગ્વે એરફોર્સનું એ પ્લેન એ ટીમ અને તેમના ખેલાડીઓના પરિવારજનો સાથે અને મિત્રો સાથે એડીજ પરથી જઈ રહ્યા હતા.

પ્લેનમાં કુલ 45 લોકો બેઠેલા હતા. ઉડાન ભર્યાના થોડા જ સમય પછી વાતાવરણ ખરાબ થઇ ગયું અને જયારે પ્લેન ઇડીજના બરફના પર્વતો પરથી પસાર થઇ રહી હતી ત્યારે પાયલટને આગળ કશું જ દેખાતું હતું નહિ. વાતાવરણ ખરાબ હતું એટલે પાયલટને કઈક ખતરો છે તેવું લાગવા લાગ્યું.
લગભગ 14 હજાર ફૂટની ઉંચાઈ પરથી ખબર નહિ શું થયું કે પાયલટ કાઈ સમજી શક્યો નહિ અને એ એક પર્વત સાથે ભટકાઈ ગયું. ટક્કર થયાને તરત એક ભયાનક અવાજ આવ્યો અને બીજી જ સેકન્ડે એ પ્લેન એ બરફના પર્વતોમાં ખોવાઈ ગયું.
આ બનાવમાં 18 લોકોના મૃત્યુ થયા હતા અને બાકીના લોકો જેમતેમ કરીને બચી ગયા હતા. પણ ત્યાની બહુ જ ઠંડીમાં એ બચેલા લોકો એ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા.
બનાવની જાણકારી મળતા જ ત્યાંની સરકારે આ લોકોને શોધવા માટેનું અભિયાન શરુ કર્યું. સફેદ રંગના પ્લેનને બરફના પર્વત પર શોધવું એ બહુ મુશ્કેલ હતું. લગભગ સતત 10 દિવસ સુધી આ પ્લેનને અને યાત્રીઓને શોધવાનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું અને જયારે કશું હાથ ના લાગ્યું ત્યારે આ અભિયાન રોકી દેવામાં આવ્યું હતું. બધાનું માનવું હતું કે અહીના વાતાવરણમાં આટલી બધી ઠંડીમાં ભોજન અને પાણી વગર જીવવું બહુ મુશ્કેલ છે.
ત્યાં બીજી બાજુ બચેલા લોકોમાં અમુક લોકો ઘાયલ હતા અને અમુક મૃત્યુ પામ્યા હતા. બાકી જે બચી ગયા હતા તેઓએ વધેલા ભોજનને બધા વચ્ચે સરખે ભાગે વહેચી લીધું હતું કારણ કે વધારે સમય સુધી ભોજન ચાલી શકે. પાણી ની સમસ્યા દુર કરવા માટે લોકોએ પ્લેનમાંથી એક ધાતુનો ટુકડો અલગ કર્યો અને તે તાપથી જલ્દી ગરમ થઇ જાય એવો હતો પછી તેમણે તે ધાતુના ટુકડા પર બરફ મુકીને જે બરફ ઓગળે તેને પાણી બનાવીને પીવા લાગ્યા. પાણીની તો સમસ્યા આ લોકોની દુર થઇ ગઈ પણ થોડા જ સમયમાં તેમનું બચેલું ખાવાનું પતી ગયું.

ભોજન પૂર્ણ થઇ ગયું હોવાના લીધે લોકો હેરાન અને પરેશાન થવા લાગ્યા એ લોકો એટલે હદ સુધી હેરાન હતા કે તેઓએ પોતાના સાથીઓ કે જેમનું મૃત્યુ થઇ ગયું હતું તેમના શબના ટુકડા કરીને એ માંસ ખાવાનું શરુ કર્યું. એક જ ઝટકામાં થયેલ આ બનાવના બહુ ભયાનક અંત તરફ આ લોકો આગળ વધી રહ્યા હતા.
હવે ફક્ત 16 વ્યક્તિઓ જ બચ્યા હતા. આ બનાવના 60 દિવસો વીતી ચુક્યા હતા. ક્યાયથી કોઈપણ પ્રકારની મદદ મળવાના એંધાણ દેખાઈ રહ્યા હતા નહિ. ત્યાં જ બે ફૂટબોલ પ્લેયર્સ નેન્ડો પેરેડો અને રોબર્ટ કેનેસા એ વિચાર્યું કે અહિ પડી રહીને મરવા કરતા ક્યાંકથી મદદ મેળવવા માટે નીકળી જવું જોઈએ. 60 દિવસો દરમિયાન આ બંનેનું શરીર બહુ નબળું પડી ગયું હતું અને બરફ પર ટ્રેકિંગ કરવા માટે તેમની પાસે પૂરતા સાધન હતા નહિ. પણ તે છતાં આ બંને હાર્યા નહિ અને તેમનામાં જોશ એવોને એવો જ રહ્યો બંને જેમ તેમ કરીને ચીલીના થોડા લોકો રહેતા હતા એવી જગ્યાએ પહોચી ગયા ત્યાં જઈને તેમણે રેસ્ક્યુ ટીમને પોતાના સાથીઓ જે જગ્યાએ હતા તેની માહિતી આપી.

બનાવના 72 દિવસ પછી 16 લોકોને બચાવવામાં આવ્યા અને આ બનાવ એ કોઈ ચમત્કારથી ઓછા નહોતા. પેરેડાએ આ બનાવને પોતાના જીવનના સંઘર્ષની પુસ્તકમાં સ્થાન પણ આપ્યું હતું. આ ભયાનક બનાવ પર પીયર્સ પોલ રીડએ 1974માં એક પુસ્તક “અલાઈવ” લખી હતી, જેની પર 1993માં નિર્દેશક માર્શલે એક ફિલ્મ પણ બનાવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.