છેલ્લા દોઢ મહિનાથી કોવિડની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઇ છે એવામાં સમાચાર મળી રહ્યા છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો ટપુ એટલે કે એક્ટર ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોવિડને લીધે અવસાન થયું છે.
વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા. તેમના પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરા છે. મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. અત્યારે કરિયર પર ફોકસ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ભવ્યાના પપ્પા છેલ્લાં 10થી પણ વધુ દિવસોથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં હતા. તેઓ છેલ્લાં ઘણાં સમયથી વેન્ટિલેટર પર હતા.
તમને જણાવી દઈએ કે 2008થી શરૂ થયેલી અને દેશના સૌથી લાંબા ટીવી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુનો રોલ કરી રહેલો ભવ્ય ગાંધીએ શો ને ઘણા સમય પેહલા અલવિદા કર્યું હતું. વાસ્તવમાં છેલ્લા 6-8 મહિનાથી સીરિયલમાં ભવ્યનું કોઈ કામ રહ્યું ન હોવાથી તેણે આ સીરિયલ છોડવાનો નિર્ણય કર્યો છે.
એક્ટરે ઘણા સમય સુધી રાહ જોઈ હોવા છતાં પણ સ્ટોરીમાં ક્યાંય તેને લાયક કશું ન બનતું હોવાથી અંતે તેણે સીરિયલ છોડવાનું નક્કી કરી લીધું હતું.
જયારે ભવ્યએ શો માં કામ કર્યું એ સમયે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. હવે જયારે શો છોડ્યો ત્યારે એ B.Comના બીજા વર્ષમાં હતો અને મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરતો હતો.
9 મેના દિવસે એક્ટરના માસીની બહેન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીની ભૂમિકા ભજવનાર શમય શાહની દીદીના મેરેજ હતા. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ભવ્ય અને તેના પરિવારના લોકો મુંબઈમાં હોવા છતાં આ લગ્નમાં સામેલ થયા ન હતા. તેમણે વર્ચ્યુઅલ રીતે સમારોહમાં ભાગ લીધો હતો.