“તારક મહેતા”ના ટપ્પુ ભવ્ય ગાંધીએ લખી પિતા માટે ખુબ જ ઇમોશનલ નોટ, કોરોના સામે રાજાની જેમ લડ્યા,તે હતા, છે અને હંમેશા મારા જીવનનો હિસ્સો રહેશે

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી હાહાકાર વરસાવી રહી છે અને કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ લહેરમાં  બોલિવુડ સેલેબ્સ પણ કોરોનાનો શિકાર બન્યા છે ત્યારે અભિનેતા ભવ્ય ગાંધીએ પણ હાલમાં જ તેમના પિતાને કોરોનાને કારણે ગુમાવ્યા છે.

ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નો જૂનો ટપ્પુ હાલ થોડી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો છે. ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાને કારણે નિધન થઇ ગયુ છે. અભિનેતા આ સમયે ગુજરાતી ફિલ્મોમાં ઘણા સક્રિય છે. વર્ષ 2017માં તેણે આ શોને અલવિદા કહી દીધુ હતુ.

ભવ્ય ગાંધીએ પિતાના નિધન બાદ એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યુ કે, તેના પિતા વિનોદ ગાંધી કોરોનાથી એક રાજાની જેમ લડ્યા, પરંતુ કોરોનાએ તેમને હરાવી દીધા અને છેલ્લે દમ તોડી દીધો.

ભવ્ય ગાંધીએ પોસ્ટમાં જણાવ્યુ કે, તેમના પિતાને 9 એપ્રિલે કોરોના થયો હતો. તેઓ બરાબર દવાઓ લઇ રહ્યા હતા અને છેલ્લા શ્વાસ સુધી તેઓ લડ્યાા હતા. આ ઉપરાંત તેણે એ પણ જણાવ્યુ કે, તેના પિતા હતા અને છે તેમજ હંમેશા તેના જીવનનો હિસ્સો રહેશે. પિતાએ કોરોનાની ઝપેટમાં આવ્યા પહેલા અને બાદમાં ઘણી સાવચેતીઓ રાખી હતી પરંતુ તેઓ બચી ના શક્યા.

તેણે આગળ લખ્યુ કે, માારા જીવનમાં જે સારુ થયુુ અને જે આગળ થશે તે તેમના કારણે જ સંભવ થશે, તેણે લોકોને અપીલ કરતા કહ્યુ કે, હું તમને બધાને રિકવેસ્ટ કરુ છુ કે વેક્સિન જરૂરથી લગાઓ અને કોઇની પણ કહાની પર વિશ્વાસ ના કરો. જાનલેવા વાયરસથી બચવા માટે આ એકમાત્ર ઉપાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bhavya Gandhi (@bhavyagandhi97)

Shah Jina