કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત, પંદર દિવસમાં બીજો મૃતદેહ મળ્યો- પપ્પા Dysp છે – વાંચો અંદરની વિગત
વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ કે ભારતીયોના અકસ્માત, હત્યા કે પછી રહસ્યમય હાલતમાં મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં કેનેડામાંથી એક ગુજરાતી યુવકના મોતની ઘટના સામે આવી છે. ભાવનગરના સિદસર ગામના પટેલ પરિવારના દીકરાની લાશ કેનેડામાંથી રહસ્યમય મળી આવતા ચકચારી મચી ગઇ છે. સીદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટોમાં અભ્યાસ કરતો હતો અને તે 5મેથી ગુમ હતો. જે બાદ તેનો આજે મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો.
આયુષ Dysp રમેશભાઇ ડાખરાનો પુત્ર
આયુષ Dysp રમેશભાઇ ડાખરાનો પુત્ર છે. તે ટોરેન્ટોમાં આવેલ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને હવે આવી રીતે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા દીકરાના મોતના સમાચાર આવતા પરિવારમાં દુખનો માહોલ છવાયો છે. મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો આયુષ કેનેડાના ટોરેન્ટોમાં અભ્યાસ કરતો હતો. તે 5 મેના રોજ અચાનક ગુમ થઈ ગયો હતો અને તે બાદ પરિવાર ચિંતિત બન્યો હતો.

જો કે, ગુમ થયેલ આયુષની લાશ મળી આવતા પરિવારજનો પણ શોકમગન બન્યા છે. આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે 2001થી 2014 સુધી તેમની સિક્યૉરિટીમાં હતા. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા પણ કેનેડામાંથી જ દુખદ સમાચાર સામે આવ્યા હતા. ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરવાની એક ઘટનામાં 8 લોકો મોતને ભેટ્યા હતા જેમાં 4 લોકો ગુજરાતના હતા.

આ ઉપરાંત એપ્રિલ મહિનામાં યોર્ક યુનિવર્સિટીનો જ ગુજરાતનો યુવક કે જે કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો તે હર્ષ પટેલ ગુમ થયો હતો અને પછી તેની લાશ 19 એપ્રિલના રોજ મળી આવી હતી. 26 વર્ષીય હર્ષ પટેલ મૂળ અમદાવાદનો હતો અને તે બે દિવસથી ગુમ હતો. જે બાદ ટોરેન્ટોમાંથી તેની લાશ મળી આવી હતી.