ભાવનગરમાં દુલ્હનને હાર્ટ એટેક આવતા ડોલી નહીં પણ ઉઠી અર્થી, જાન પરત ન વળે માટે લીધું મોટું પગલું, જાણીને નવાઈ લાગશે

ગુજરાતમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે ઘણીવાર લગ્ન દરમિયાન એવી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેને લઈને ખુશીઓનો માહોલ પણ શોકમાં બદલાઈ જતો હોય છે. લગ્નમાં જતા સમયે કોઈ સગા સંબંધીને અકસ્માત નડવાની ઘટનાઓ સામે આવે છે તો કોઈને હાર્ટ એટેક આવવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે.

ત્યારે ભાવનગરમાં પણ એક એવી જ ઘટના સામે આવી. જેમાં હસી ખુશી લગ્નના બંધનમાં બંધાવવા માટે જઈ રહેલી કન્યાને અચાનક હાર્ટ એટેક આવતા જ તેનું નિધન થયું હતું. કન્યાના નિધન બાદ પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.

તો બીજી તરફ જાન પણ માંડવે આવીને ઉભી હતી. ત્યારે પરિવાર દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવ્યો જેને લોકો પણ વખાણ્યો છે. ભાવનગર સિટીના સુભાષનગર વિસ્તારમાં માલધારી સમાજમાં બનેલી આ દુઃખદ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી સર્જાય છે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ મુજબ પરણવા આવેલી જાન પાછી ન વળાય તે માટે માટે દીકરીની નાની બહેનને લગ્નના મંડપમાં બેસાડવામાં આવી હતી

પછી લગ્ન કરવા જાન ભાવનગરના નારી ગામ પાસેથી આવી હતી, જેમાં દુલ્હનનું હાર્ટ એટેકથી કુદરતી મોત થઈ જતા વરરાજા વિશાલ સાથે નાની દીકરીના મેરેજ કરી દીધા હતા. દુર્ભાગ્યે સાર્થક થયેલી આ બાબત આજે ભાવનગરના માલધારી સમાજમાં કરુણતા રૂપે સર્જાઈ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બહાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઇ રાઠોડની બે દીકરીઓના એક સાથે લગ્ન લેવાયા હતા. આખો પરિવાર આ લગ્નથી ખુબ જ ખુશ ખુશાલ હતો. દીકરી હેતલના લગ્ન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલ સાથે નક્કી થયા હતા. ત્યારે જાન પણ માંડવે આવવાની તૈયારી હતી અને ત્યારે જ હેતલને ચક્કર આવ્યા અને તે બેભાન થઈને ઢળી પડી.

તેને તાત્કાલિક 108 મારફતે સારવાર મૅટ ખસેડવામાં આવી પરંતુ ત્યાં તબીબે જણાવ્યું કે તેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ત્યારે લગ્નના દિવસે જ દીકરીનું નિધન થતા પરિવાર પણ શોકમાં ડૂબી ગયો હતો. પરંતુ બીજી તરફ જાન માંડવે આવીને ઉભી હતી. એવા સમયે રાઠોડ પરિવાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેતા હેતલના પાર્થિવ દેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને તેમની નાની દીકરીના લગ્ન વિશાલ સાથે કરવામાં આવ્યા.

જીણાભાઇએ પોતાના કાળજા પર પથ્થર રાખીને બંને દીકરીઓના કન્યાદાન કર્યા. સમાજમા તેમના આ નિર્ણયની પણ હવે પ્રસંશા થઇ રહી છે. બંને દીકરીઓ સાથે જીણાભાઇના દીકરાના પણ લગ્ન લેવામાં આવ્યા હતા. બીજા દિવસે તેની જાન પણ જવાની છે. એવા સમયે રાઠોડ પરિવાર પર અચાનક દુઃખ આવી પડ્યું છે.

YC