ભાવનગરમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા એક જ પરિવારના 3 સહિત 4ના મોત, ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હાઇવે

ભાવનગરમાં એક જ પરિવારના 3 સહિત 4નાં મોત, મરણચીસોથી હાઈવે ગુંજ્યો, કારનો બુકડો બોલી ગયો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર તેજ રફતાર વાહનને કારણે તો ઘણીવાર રોંગ સાઇડમાં આવતા વાહનને કારણે અકસ્માત સર્જાતા હોય છે. કેટલીકવાર અકસ્માત એવા હોય છે કે જેને જોઇ કોઇના પણ કાળજા કંપી ઉઠે છે. હાલમાં ભાવનગના વલ્લભીપુરમાંથી એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોડીરાત્રે વલ્લભીપુર-ઉમરાળા હાઇવે પર લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે ભયકંર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 3 લોકોના મોત નિપજયા હતા.

જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જયાં તેનું પણ મોત થયુ હતુ. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જેમાં 3 તો એક જ પરિવારના હતા. આ અકસ્માતમાં કારના તો પરખચ્ચા ઉડી ગયા હતા. ભયંકર અકસ્માતથી હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. લાશને બહાર કાઢવા માટે પણ કારના પતરા તોડવા પડ્યા હતા. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીનો આહીર પરિવાર સુરતથી પરત આવી રહ્યો હતો.

ત્યારે ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા હાઈવે પર મોડીરાત્રે કારની ડમ્પર સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં આહિર પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા અને એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું પણ મોત થયુ હતુ. મૃતકોમાં જીલુભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના કિશોરનું મોત થયું હતુ આ ઉપરાંત હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતના બનાવમાં અન્ય એક શુભમ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, લાશોને બહાર કાઢવા માટે કારના પતરા તોડવા પડ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પણ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

Shah Jina