જોઈ લો ભાવનગરના રાજકુમારની સ્ટાઇલ…મોટા મોટા હીરોને પાછળ મૂકી દે છે, ઓ તસવીરો
ભારત રાજા-મહારાજાઓને દેશ રહ્યો છે. આપણે બધા બાળપણથી જ રાજા મહારાજાઓની કહાનીઓ સાંભળતા આવ્યા છે કે તેમનો રુતબો અને રહેણીકરણી કેવી હતી. આજે અમે તેમને એક એવી જ રાજકુમાર વિશે જણાવવા જઇ રહ્યા છે, જે ઘણા હેન્ડસમ હોવાની સાથે સાથે ફિટનેસ ફ્રીક પણ છે. તેમને જોઇને કોઇ પણ અંદાજ લગાવી શકે છે કે દેશના રાજા મહારાજાઓને રુતબો કેવો હતો.
સારી એવી કદ-કાઠી અને બોડીવાળા આ રાજકુમાર બીજા કોઇ નહિ પણ ભાવનગરના કુંવર જયવીરરાજ સિંહ ગોહિલ છે. તેઓ ભાવનગરમાં ગોહિલ વંશના રાજા વિજયરાજ સિંહના દીકરા છે. કુંવર જયવીરરાજ ફિટનેસને ઘણુ મહત્વ આપે છે અને તે દેશી એક્સરસાઇઝ સાથે ડાયટથી પોતાને તંદુરસ્ત બનાવી રાખે છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ ગોહિલ ઘણા ફેમસ છે. તે ઘણા ફેશનેબલ હોવાની સાથે સાથે ફિટનેસ ફ્રીક છે અને તે પોતાના સ્વાસ્થ્યનું પણ ઘણુ ધ્યાન રાખે છે.
તે લગભગ 10-12 વર્ષથી ફિટનેસ ફિલ્ડમાં છે. આ કારણે તેમને ફિટનેસનું સારુ એવું નોલેજ પણ છે. તેઓ કહે છે કે જ્યારે તેઓ ભણવા માટે દેશથી બહાર ગયા હતા, ત્યારથી તેમને ફિટ રહેવાનો શોખ લાગ્યો હતો. આ પહેલા ક્યારેક ક્યારેક તે સાધારણ એક્સરસાઇઝ કરી લેતા હતા. વિદેશમાં તેમણે એક્સરસાઇઝની શરૂઆત મોર્ડન એક્સરસાઇઝ એટલે કે જીમથી કરી. તે બાદ જ્યારે તેઓ અભ્યાસ પછી ભારત પરત ફર્યા તો ભાવનગર પાસે સીહોર નામની જગ્યા પર ગયા.
ત્યાં તેઓએ એક ઘણો જૂનો ફોટો જોયો, જેમાં 2 પહેલવાન દંગલ કરી રહ્યા હતા. આ ફોટો જોઇ તેમણે દેશી એક્સરસાઇઝ કરવાનું નક્કી કર્યુ. તે તેમના પિતાજીને પણ મુકદનથી એક્સરસાઇઝ કરતા જોતા. ઘરે આવી તેમણે પણ મુદગલ એક્સરસાઇઝ કરવાની શરૂ કરી, તો તે 4 કિલોના મુકદલ પણ ના ફેરવી શક્યા. જ્યારે જિમમાં તે 200 કિલો ડેડલિફ્ટ, 150 કિલો સ્ક્વોટ કરતા હતા. બસ તે દિવસથી તેમને બંને એક્સરસાઇઝ વચ્ચે અંતર સમજ આવ્યુ કે મોર્ડન એક્સરસાઇઝની અપેક્ષા દેસી એક્સરસાઇઝ કરતા ઘણી મુશ્કેલ છે.
તે બાદ તેમણે દેશી એક્સરસાઇઝ તરફ રુખ કર્યો. તે આજે પણ રોજ દેશી એક્સરસાઇઝ કરે છે. જણાવી દઇએ કે, 27 ઓકટોમ્બર 1990માં જન્મેલા રાજા જયવીરરાજ સિંહ બોડી બિલ્ડિંગમાં સારા સારા પહેલવાનોને પાછળ છોડી દે છે. તેમના સંબંધો બોલિવુડ સ્ટાર્સ સાથે પણ છે. તે ખુબ જ વિન્રમ વ્યક્તિત્વ ધરાવે છે અને દરેકની મદદ માટે આગળ પણ આવે છે. તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેમના લગ્ન રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા હતા.
આ રાજકુમારીના પિતા પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને માતા મહારાણી મંદાકિની કુમારી છે. તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના સંબંધી છે. રાજા જયવીરરાજ સિંહના લગ્નનો ઠાઠ માઠ ખૂબ જ શાહી હતો. રાજવી પરિવાર દ્વારા લગ્ન થયા પછી વર-વધુની યાત્રા વિન્ટેજ કારમાં નીકળી હતી. તેમના લગ્ન શાહી ઠાઠમાઠથી જયપુર ખાતે દેશભરના રાજા-મહારાજાઓની ઉપસ્થિતિમાં થયા હતા.
ઉલ્લેખનીય છે કે, જયવીરરાજ સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતા રહે છે. તેઓ ગુજરાતમાં પ્રખ્યાત છે. તેમને બાઈક, કાર, ટ્રાવેલિંગ અને ઍડવન્ચર સ્પોર્ટનો શોખ છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી અને એન્ટ્રપ્રિન્યરશિપ તેમજ સ્પોર્ટસ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે.