ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, બસ ખીણમાં ખાબકતા પહેલા લીધુ હતુ મહાદેવનું નામ- છેલ્લો વીડિયો આવ્યો સામે

‘હર હર મહાદેવ’ના નાદ કરતા ભક્તોની અંતિમ ક્ષણ:ભોળાની ભક્તિમાં લીન હતા યાત્રિકો ને અચાનક કાળ ભરખી ગયો, બસનું બેલેન્સ બગડતાં એક પછી એક ભક્તો ખાઈમાં પડ્યા

Uttarakhand Accident last video: રવિવારના રોજ એક ગોઝારો અકસ્માત સર્જાયો, અને આ દુર્ઘટનામાં ભાવનગરનાં 7 લોકોના કરૂણ મોત નીપજ્યા. આ અકસ્માતે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું. આ અકસ્માત ઉત્તરાખંડમાં થયો હતો. ત્યારે આ અકસ્માત પહેલાનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, બસમાં બેઠેલા યાત્રીઓ હર હર મહાદેવનો નાદ કરી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે
પ્રાપ્ત જાણકારી અનુસાર, ચારધામની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ મહાદેવની ભક્તિમાં લિન હતા અને બસમાં ગાઈડ તમામને સ્થળ વિશે જાણકારી આપી રહ્યા હતા. યાત્રિકો બસની અંદર જય જય કાર બોલાવી રહ્યા છે, ભગવાનનું નામ લેતા લેતા જઈ રહ્યા છે, ત્યારે તેમણે સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે આ તેમના જીવનની છેલ્લી યાત્રા બની જશે.

ભગવાનની ભક્તિમાં લીન જોાવા મળ્યા શ્રદ્ધાળુઓ
ત્યારે રસ્તો ખૂબ જ ખરાબ હોવાને કારણે અચાનક ડ્રાઈવરે સ્ટેઈરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બસ સીધી જ 50 મીટર ઊંડા ખાડામાં ખાબકી. આ દરમિયાન લોકોની ચીસો પણ ગુંજી ઉઠી. આ ભયંકર દુર્ઘટના બની એના થોડી ક્ષણ પહેલાં જ બસમાં સવાર એક યાત્રિકે વીડિયો ઉતાર્યો હતો, જેમાં તમામ શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન જોવા મળ્યા. ગુજરાતના 35 પૈકી ભાવનગરના સાત લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યાં છે.

અચાનક બની દુર્ઘટના
જ્યારે 28 ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જણાવી દઇએ કે, ન્યૂઝ એજન્સી એએનઆઇના રિપોર્ટ અનુસાર, બસમાં ગુજરાતના લોકો સવાર હતા અને આ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દેતા બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી અને પછી વૃક્ષો વચ્ચે અટકી ગઈ.

ભાવનગરના સાત લોકોના થયા મોત
આ દુર્ઘટનામાં ભાવનગરના જે સાત લોકોના મોત થયા છે, તેમાં ગીગાભાઈ ભમર, મીના ઉપાધ્યાય, અનિરુદ્ધભાઈ જોશી, દક્ષા મહેતા, ગણપત મહેતા, કરણજીત પ્રભુજી ભાટી, રાજેશભાઈ મેર, સામેલ છે. અકસ્માત બાદ સાતેયના મૃતદેહને એરપોર્ટ મોકલાયા અને તેમને ગુજરાત લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ હતી, આ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરાઈ.

Shah Jina