ખબર

ભાવનગરમાંથી આવી ચોંકાવનારી ઘટના સામે, માતાને તેના પ્રેમીએ મોડી રાત્રે શરીરસુખ માણવા ઘરે બોલાવી અને…

ડબલ મર્ડર: ભાવનગરમાં મોડી રાત્રે યુવકે યુવતીને શરીરસુખ માણવા ઘરે બોલાવી, પછી જે થયું તે વાંચી હચમચી જશો

ગુરુવારના રોજ ભાવનગરમાંથી બે અલગ અલગ હત્યાઓ થઇ હોવાનો બનાવ સામે આવતા જ ચકચારી મચી ગઈ હતી, આ  હત્યામાં સામે આવ્યું હતું કે હત્યા થનાર બંને મા દીકરા હતા અને હત્યા પણ એક જ વ્યક્તિ દ્વારા કરી હોવાનું સામે આવતા દહેશત મચી જવા પામી હતી, પરંતુ આ હત્યાના થોડા સમયમાં જ પોલીસે આ ડબલ મર્ડર કેસની ગુથ્થી ઉકેલી નાખી છે અને ઘણી ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર અંકિતા જોશી નામની મહિલાને હેમલ શાહ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો હતા, જેના કારણે બુધવારે રાત્રે હેમલે અંકિતાને મળવા માટે અને સંબંધ બાંધવા માટે હેમલના ફેલ્ટ ઉપર જ બોલાવી હતી. ના બાદ અંકિતા પોતાના પુત્રને લઈને હેમલના ફ્લેટ ઉપર આવી હતી.

જ્યાં કોઈ કારણો સર હેમલ અને અંકિતા વચ્ચે ઝઘડો થઇ ગયો હતો અને તેના બાદ આરોપી હેમલ શાહે માતા અને તેના પુત્રની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી હેમલની ધરપકડ કરી લીધી છે અને તેને પોતાનો ગુન્હો પણ કબૂલી લીધો છે.

મૂળ સિહોરની અને ભાવનગરમાં રહેતી અંકીતાના છૂટાછેડા થઇ ચુક્યા હતા અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના પુત્રને લઇ ભાવનગરમાં રહેતી હતી. હેમલે હત્યા બાદ બાળકની લાશને કારમાં નાખી સીદસર રોડ પરના આ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી. જ્યારે તે જ કાર દિવસ દરમિયાન આ ફલેટ પાસે પણ જોવા મળી હતી, જેના પરથી પોલીસને આ બન્ને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.