ફરી એકવાર ભાવનગરમાં માતમ ! ગોઝારા અકસ્માતમાં 12 લોકોના મોત થયા બાદ મૃતદેહ લાવવામાં આવ્યા વતન, સ્વજનોનું હૈયાફાટ રૂદન

આજે ગમખ્વાર અકસ્માત થયાની ખબર સામે આવ્યા બાદ ફરી એકવાર આખુ ગુજરાત હચમચી ગયુ. ભાવનગરથી યાત્રિકો બસમાં મથુરા જઈ રહ્યા હતા અને આ સમયે ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી જતા ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતર્યા હતા અને ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો.

આ દરમિયાન એક તેજ રફતાર ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઊભેલા લોકોને પણ કચડીને નાખ્યા. આ અકસ્માત પછી યાત્રિકોના મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા અને આ દ્રશ્ય ત્યાં હાજર જેણે પણ જોયુ તેના રૂંવાડા ઊભા થઇ ગયા.

રાજસ્થાનના ભરતપુરમાં આ ભયંકર અકસ્માત થયો હતો અને આમાં 12 લોકોનાં મોત થયાં છે જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ મૃતકો ભાવનગરના રહેવાસી હતા અને તેઓ ભાવનગરથી મથુરા દર્શન કરવા જઈ રહ્યા હતા. જણાવી દઇએ કે, 23 દિવસ પહેલાં ભાવનગરના યાત્રિકોને ચારધામની યાત્રા દરમિયાન અકસ્માત નડ્યો હતો.

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર બસ ખીણમાં ખાબકતા સાત લોકોના મોત થયા હતા. આ સમયે પણ જ્યારે સ્વજનોના મૃતદેહ વતન આવ્યા અને અંતિમવિધિ કરાઇ ત્યારે સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાઇ ગયો હતો અને આખું ગામ હીબકે ચડ્યું હતું.

Shah Jina