દુઃખદ: ભાવનગરમાં ઢોરની અડફેટે 28 વર્ષના જુવાન યુવાનનું મોત, બિચારા બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરને લીધે મૃત્યુ થવાના અહેવાલો આવતા રહે છે. ત્યાં ફરી એક આવો કિસ્સો બન્યો છે જેમાં દિવાળીના તહેવારોમાં ભાવનગરમાં રખડતા ઢોરને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હજી 23 ઓક્ટોબરે રખડતા ઢોરની અડફેટે એક વ્યક્તિનું મોત થયું હતું,

તો ફરી બીજા દિવસે આ બીજી ઘટના અને બંને ઘટનામાં બે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલની ઘટના ભાવનગર શહેરમાં ઘટી હતી અને આજની ઘટના ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ઘટી છે. કિશોર નામનો યુવક ભાવનગરથી દિવાળીના તહેવારની ખરીદી કરી પોતાના ગામડા દુધાળા તારાજ જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક રખડતા આખલાએ યુવકની બાઈકને અડફેટે લીધી હતી.

રખડતા આખલાએ યુવકને અડફેટે લેતા જુવાન 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થઇ ચૂક્યું હતું. દિવાળીના પર્વ પર યુવકના મોતથી બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. ભાવનગર સહીત રાજકોટ શહેરમાં પણ રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે અને ગત વર્ષે ઢોરની ઠોકરે એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે.

તમને જણાવી દઈએ કે 48 કલાકમાં ભાવનગરમાં રખડતા ઢોરને લીધે આ બીજું મોત થયું છે. દિવાળીના પર્વ પર 28 વર્ષનાં યુવાન કિશોર ગુજરાતીએ રખડતા આખલાના કારણે જીવ ગુમાવતા પરિવારમાં બે નાના માસુમ દીકરાઓએ બાપની છત્રછાયા ગુમાવી છે.તમને જણાવી દઈએ કે રવિવારે પણ આવી જ એક ઘટના બની હતી. રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નિપજ્યું હતું.

ઢોર પકડ પાર્ટી પર હુમલા થયા બાદ ઝુંબેશ આકરી બનશે તેવા દાવા થયા હતા તો પણ હજુ સુધી કોઈ પણ નક્કર પરિણામ મળ્યા નથી તેવામાં ગાયત્રીનગર વિસ્તારમાં પશુપાલકોએ શેરીમાં જ ઢોર રખડાવતા હોવાનું અને કોઇ અવાજ કરે તો મારામારી સુધ્ધા કરી લેતા હોવાની ફરિયાદ એક્સ આર્મીમેને પોલીસને કરતા મનપાની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઉઠ્યા છે.

YC