ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

ફાગવેલ વાળા ભાથીજી મહારાજમાં જો શ્રદ્ધા હોય તો ફાગવેલ ધામ વિશે આ વાત જરૂર વાંચજો, કોમેન્ટ કરી જય ભાથીજી મહારાજ કહેજો

ગાયોના રખેવાળ અને ગમે તેવા ઝેરી સાપનું ઝેર ઉતારનાર ફાગવેલ વાળા ભાથીજી મહારાજમાં જો શ્રદ્ધા હોય તો આ લેખ વાંચી કોમેન્ટમાં જય ભાથીજી જરૂર કહેજો

ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું એક પવિત્ર યાત્રાધામ એટલે કે ફાગવેલ. ફાગવેલ નામ આવતા જ ભાથીજી મહારાજ યાદ આવે, જેને સૌરાષ્ટ્રમાં વાછરા દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે, ગાયોના રખેવાળ, ગમે તેવા ઝેરી સાપનું ઝેર પણ પળવારમાં ઉતારનાર એવા ભાથીજી મહારાજનો મહિમા અને તેમની ખ્યાતિ આજે ઘણી જ પ્રખ્યાત છે.

Image Source

ભાથીજી મહારાજને ભક્તો દાદા તરીકે સંબોધે છે, ફાગવેલમાં આવેલા તેમના મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે, ખાસ દેવ દિવાળીની રાત્રે ત્યાં મોટો મેળો જામે છે, અને આસપાસના ગામોના લોકોની સાથે દૂર દૂરથી પણ લોકો આ રાત્રી મેળામાં ખાસ આવતા હોય છે, રાતભર ચાલતા આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવે છે.

Image Source

ફાગવેલ ધામ એટલા માટે પણ વધારે મહત્વ ધરાવે છે કે ગુજરાતના મોટામોટા રાજ નેતાઓ આ જગ્યાને પવિત્ર માને છે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સ્થાન ઉપર દર્શનનો લ્હાવો લે છે.  રાહુલ ગાંધી અને શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજનેતાઓ પણ આ મંદિરમાં દાદાના આશીર્વાદ લે છે. આ ધાર્મિક સ્થાનનું મહત્વ ભાથીદાદાના નામ સાથે જ ઘણી મોટી ખ્યાતિ ધરાવે છે.

Image Source

ભાથીજી મહારાજ ગાયોના રક્ષક હતા જેના કારણે તેમને વાછરા દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ ક્ષત્રિય, રાજપૂત, ભરવાડ અને રબારી જ્ઞાતિના લોકોને ભાથીજીમાં ખાસ શ્રદ્ધા રહેલી છે. ગુજરાતના મોટાભાગના ગામોમાં દાદાના મંદિર બાંધવામાં આવ્યા છે, વાર તહેવારે ત્યાં દિવા અને હવન પણ કરવામાં આવે છે. ખાસ જયારે કોઈને ઝેરીલો સાપ કરડે ત્યારે તે વ્યક્તિને ભાથીદાદાના મંદિરે લાવવામાં આવે છે, અને કોઈ ચમત્કાર કહો કે દાદાની કૃપાથી એ વ્યક્તિનું ઝેર પણ ઉતરી જતું હોય છે. આ ભાથીદાદાનું સત છે.

Image Source

ભાથીજી મહારાજ જયારે લગ્નના માંડવે બિરાજમાન હતા, કંકુબાઈ સાથે જયારે તેઓ લગ્નના ફેરા ફરી રહ્યા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે કપડવંજના મુસ્લિમ શાસક કાસીમ ખાન ફાગવેલની પાસે રહેલા ખાખરીયા વનમાં તેમની ગાયોને બંધક બનવવા માટે આવ્યો હતો. ત્યારે ભાથીજીએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાના લગ્નના માંડવેથી ઉભા થઈ, લગ્નના ફેરા અધૂરા રાખીને ગાયોની રક્ષા માટે દોડી ગયા હતા.

Image Source

ગાયોની રક્ષા કરતાં ભાથીજીનું માથું ધડથી અલગ થઇ ગયું હતું તે છતાં પણ જ્યાં સુધી છેલ્લો દુશ્મન હણાયો નહિ ત્યાં સુધી તેમનું ધડ લડતું રહ્યું અને છેલ્લે ગાયોને બચાવી તેમને બધા દુશ્મનોનો નાશ કરી અને પોતાના પ્રાણ તજ્યા હતા. જેના કારણે પણ ભાથીજીનું એક આગવું મહત્વ રહેલું છે.

Image Source

આજે પણ ખાખરીયા વનમાં ભાથીજીનું એક મંદિર આવેલું છે, ત્યાં એક ખાખરાનું એ સમયનું વૃક્ષ આજે પણ હાજર હજુર છે અને કહેવાય છે કે એ ખાખરાના વૃક્ષનું પાન તમે આજે પણ તોડો તો તેમાંથી લોહીના ટીપા નીકળે છે. એ વૃક્ષ ઉપર પણ દાદાના લોહીના ટીપા આજે પણ જોવા મળે છે. ગુજરાતમાં તેથી જ ભાથીજી મહારાજની ભક્તિનો વિશેષ મહિમા રહેલો છે.

Image Source

કોઈ તેમને વાછરા દાદા કહે છે તો કોઈ તેમને ભાથી દાદા કહે છે, તો કોઈ ભાથીજી મહારાજ તરીકે  ઓળખે છે, પરંતુ ફાગવેલ વાળા ભાથીદાદાના મંદિરનો મહિમા જ અપાર છે, એક સત્ય ઘટના સાથે જોડાયેલા આ મંદિરનું આગવું મહત્વ રહેલું છે. ભાથીજી મહારાજના જીવન ઉપર ફિલ્મ પણ બની છે, સાથે આ મંદિર અને ભાથીજી ઉપર ઘણા ગીતો પણ બન્યા છે.

Image Source

ફાગવેલ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું છે, તેની આસપાસ ડાકોર અને ગળતેશ્વર જેવા બીજા તીર્થસ્થાનો પણ આવેલા છે. ડાકોરથી આ મંદિર 31 કિલોમીટર દૂર આવેલું છે. તો અમદાવાદથી 77 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. ફાગવેલ પાસે જ એક ગામ છે લસુન્દ્રા. આ ગામમાં કુદરતી ઠંડા-ગરમ પાણીના કુંડ પણ આવેલા છે, ઘણા લોકોને શરીર ઉપર જયારે કરોળિયા અથવા તો બીજી કોઈ બીમારી માટે પણ ઠંડા-ગરમ કુંડમાં નાહવા માટેની માનતા રાખતા હોય છે જે લસુન્દ્રા ગામમાં આવીને તમે પૂર્ણ કરી શકો છો.

Image Source

જય વાછરા દાદા !!
જય ભાથીજી મહારાજ !!