રસોઈ

ભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ – ઘરે થઇ જશે બધા ખુશખુશાલ

ગુજરાતીઓ મા બહુ ફેમસ એવા ભાત ના રસાવાળા મુઠીયા ની રેસીપી જાણીએ. ઘણી વાર બનતુ હશે કે સવાર નો ભાત વધ્યો હોઇ ને સમજાય નહિ ક એકલા ભાત નુ શુ કરવુ તો હવે તેને નાંખી દેવાની જરૂર નથી એમાથી સરસ મુઠીયા બનાંવી શકાય તમે તાજા રાંધેલા ભાત પણ વાપરી શકો

સામગ્રી

 • ચણાનો લોટ – ૨૦૦ ગ્રામ
 • ઘઉં નો લોટ – ૧૦૦ ગ્રામ
 • આદુ મરચા ની પેસ્ટ – ૧ ટી સ્પૂન
 • ભાત – ૧ બાઉલ
 • હળદર – ૧ ટી સ્પૂન
 • ઘાણાજીરૂ – ૧ ટી સ્પૂન
 • મરચુ – સ્વાદાનુસાર
 • મીઠું – સ્વાદાનુસાર
 • ખાવાનો સોડા – હાલ્ફ ટી સ્પૂન
 • તેલ – ૨ ટી સ્પૂન
 • ગરમ મસાલો – ૧ ટી સ્પુન
 • ટમેટા – ૧

સૌ પ્રેથમ એક વાસણ મા ચણાનો લોટ લો તેમા ઘઉં નો લોટ મેળવો તેમા ભાત , આદુ મરચા ની પેસ્ટ , હળદર, મરચુ , ઘાણાજીરૂ, મીઠું, ખાવાનો સોડા નાંખી મિકસ કરો. તેમા પાણી અને તેલ ઉમેરી લોટ બાંધી લો. લોટ મિડીયમ થવો જોઇએ બહુ કઠણ પણ નહી નઇતો ખાવામાં મજા નહી આવે અને બહુ ઠીલો પણ નહીં નહિતો પાણીમા નાંખતા મુઠીયા છુટા પડી જશે. હવે કડાઇ માં પાણી ગરમ મુકો હવે તેમાં

હળદર, મરચુ , ઘાણાજીરૂ, મીઠું, ગરમ મસાલો, સમારેલા ટમેટા ( ટમેટા ઓપ્શનલ છે તમને ન ફાવે તો એમનેમ.પણ બનાંવી શકો) નાંખી ઉકાળો. હવે તેમાં બાંધેલા લોટ ના મુઠીયા વાળી નાંખો અને ચડવા દો. થોડીજ વાર મા મુઠીયા ચડી જશે અને રસા સાથે મિકસ થઇ જશે રસો તમે જરૂર મુજબ વધુ ઓછો રાખી શકો. તો રેડી થઇ જશે ભાત ના રસાવાળા મુઠીયા. કોથમીર થી ગારનીશ કરો

આજે જ બનાંવો ભાતનાં રસાવાળા મુઠીયા અને પીરસો તમારા પરિવાર ને.

લેખક – બંસરી પંડયા ” અનામિકા ”
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ