ગુજરાતમાં અહીં નર્સિંગના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, ચાદરની કિનારી કાપી અને પછી…

ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલ નર્સિંગ કોલેજના સેકન્ડ યરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હાર્દિક દીલિપ પટેલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાર્દિકે બંડની ચાદરની કિનારીથી ફાંસો બનાવ્યો અને પંખે લટકી જીવ આપી દીધો. આ ઘટનાને કારણે કોલેજ હોસ્ટેલમાં દોડધામ મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલિસને કરતા પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી હતી.

નવસારીનો 19 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક દિલીપ પટેલ ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજમાં બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 107માં નર્સિંગના સેકન્ડ યરમાં અભ્યાસ કરતો હતો. હાર્દિક સાથે રહેતા રૂમમેટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તે પોતાના ઘરે ગયો હતો, જેથી હાર્દિક હાલ રૂમમાં એકલો જ રહેતો હતો.

હાર્દિકે સોમવારે બપોરે બેડની ચાદરની કિનારી કાપી તેનો ફાંસો બનાવ્યો અને રૂમના પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો, જો કે હાર્દિકના બપોરના ક્લાસ હતા અને તે ગયો ન હતો જેથી તેને ફોન કરતાં તેને ઉપાડ્યો નહિ અને બે વિદ્યાર્થી તેના રૂમમાં જોવા ગયા પરંતુ તેનો રૂમ અંદરથી બંધ હતો અને તે કારણે હંને જણાએ હાર્દિકની બારીમાંથી અંદર નજર કરી અને તે બાદ તેઓએ હાર્દિકને પંખા સાથે લટકતો જોયો.

Shah Jina