તેને મને જીવવા લાયક નથી છોડી… સુસાઇડ નોટમાં પ્રેમીનો ઉલ્લેખ કરી યુવતિ બ્રિજ પરથી થઇ ગુમ, શોધખોળ ચાલુ

રાજયભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે કેટલાક લોકો પ્રેમમાં દગો મળવાને કારણે મોતને વહાલુ કરી લેતા હોય છે. ત્યારે હાલ ભરૂચમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ભરૂચના અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ દિન સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે, અહીં થોડા દિવસ પહેલા જ એક આપઘાતની ઘટના સામે આવી હતી તે બાદ વધ એક બનાવ ગત રાત્રીના રોજ સામે આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો, ભરૂચ નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ પોતાનુ પર્સ, ટિફિન, ચંપલ અને સુસાઇડ નોટ બ્રિજની રેલિંગ પાસે મુકી હતી અને લખ્યુ કે, તેના પ્રેમી મનોજે તેને જીવવા લાયક નથી છોડી. બ્રિજ પર તેના સામાન અને સુસાઇડ નોટ અંગેની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો એ મામલે પોલીસ વિભાગને જાણ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

પોલીસને ઘટનાની જાણ થતા તે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર વિભાગની મદદથી નર્મદા નદીમાં યુવતિની શોધખોળ હાથ ધરી છે, પ્રાથમિક જાણકારી મુજબ આ યુવતી અંકલેશ્વર ખાતે રહે છે અને ભરૂચના મકતમપુર વિસ્તારમાં રહેતા મનોજ નામના યુવક સાથે તેને છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય તેવો તેણે તેની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

Shah Jina