“સાથે જીવશું, સાથે મરશું” પતિ પત્નીએ સાથે જીવવા મરવાનું વચન કર્યું પૂરું, ભરૂચના આ દંપતી સાતેય જન્મ સાથે રહે એવી શ્રદ્ધાંજલિ

આપણા સમાજમાં લગ્નને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે, લગ્ન સમયે સાત ફેરામાં દરેક સુખ દુઃખમાં સાથ આપવાથી લઈને ઘણા બધા વચનો લેવામાં આવે છે, પરંતુ લગ્ન બાદ ઘણા ઓછા એવા લોકો હોય છે જે આ વચનો નિભાવે છે.

પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે સાથે જીવવા મારવાના વાયદા ભલે ના કરતા હોય પરંતુ તે નિભાવી જાણે છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે ભરૂચ જિલ્લાના ભાલોદ ગામમાંથી. જ્યાં પતિ પત્નીએ એક જ દિવસે દુનિયાને અલવિદા કહીને સાચા પ્રેમનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાલોદ ગામમાં રહેતા ડૉ. જયેન્દ્રસિંહ બારોટ વેટરનરીની ડિગ્રી લીધા બાદ વર્ગ 2માં પશુ નિયામક તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. તેમને અનસૂયાબે સાથે મેળાપ થયો અને બંને વચ્ચે પ્રેમ થયા બાદ તેમને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લગ્ન બાદ બાદ તેમને એક દીકરી દર્શના પણ હતી. આખું જીવન આ દંપતીએ ખુબ જ સ્નેહ અને પ્રેમથી વિતાવ્યું.

જયેન્દ્રભાઈ અને અનુસૂયાબેને આખું જીવન સાથે વિતાવ્યું, પોતાના 58 વર્ષના લગ્ન જીવનમાં ક્યારેય એકબીજાથી અલગ ના થયા, અને અલગ થવાની વાત આવે ત્યારે પણ અનુસૂયાબેનને જયેદ્રસિંહ કહેતા, “‘તારા વગર જીવન શું કામનું ? હું વચન આપું છું કે તું આ દુનિયા છોડી જઈશ તેના ગણતરીના સમયમાં તારી સાથે આવવા આ દુનિયા છોડી દઈશ. તને એકલી નહિ મુકું !”

આ રીતે સાથે જીવવા મારવાનું વચન આપ્યા બાદ જયેન્દ્રસિંહે વચન પાળ્યું પણ ખરું. બંને કોરોના સંક્રમિત થવાના કારણે તેમને રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા જ્યાં અનસૂયાબેનનું સારવાર દરમિયાન મોત થયું, પરિવાર તેમને તંત્ર સાથે સ્મશાન ગૃહ લઇ ગયો, આ વાતની જાણ જયેન્દ્રસિંહને કરવામાં આવી નહોતી, પરંતુ ભગવાનનો સંકેત સમજો કે તેમના સાચા પ્રેમની લાગણી. અનુસૂયાબેનના અવસાનના એક જ કલાકમાં જયેન્દ્રસિંહે પણ દેહ ત્યાગી દીધો અને તેઓ પણ અનુસયાબેન સાથે ચાલી નીકળ્યા.

આ બાબતની જાણ થતા જ લોકો હવે આ દંપતીને સાતેય જન્મ સાથે રહેવાની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આવા કિસ્સાઓ ખુબ જ ઓછા જોવા મળતા હોય છે. આવા દંપતીઓ ખરેખર સરસ બેલડીની જોડ સમાન બની જતા હોય છે.

Niraj Patel