ભરૂચના રિક્ષાવાળાએ તો લાખો લોકોના દિલ જીતી લીધા, રસ્તા ઉપર ભરાઈ ગયું પાણી તો ઉતરીને કરવા લાગ્યો ડાન્સ, જુઓ વીડિયો

ગોઠણ સુધી પાણી ભરાયું અને રિક્ષા બંધ પડી તો નીચે ઊતરી કરવા લાગ્યો ડાન્સ,એક્ટિંગના છે ખુબ જ શોખીન, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વિષયને લઈને વીડિયો વાયરલ તથા હોય છે. દુનિયાભરમાં ઘણા બધા લોકો એવા છે જેમની પાસે ટેલેન્ટ તો ભરપૂર છે પરંતુ તેમના માટે કોઈ મંચ નથી, ઘણા લોકો આર્થિક પરિસ્થિતિ અને પરિવારની જવાબદારીના કારણે પોતાના શોખને પુરા નથી કરી શકતા અને પોતાના ટેલેન્ટને દબાવી દેતા હોય છે.

તો ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના કામ સાથે પોતાના ટેલેન્ટને પણ જાળવી રાખતા હોય છે, તેમને ના ફેમસ થવાની કોઈ ઈચ્છા હોય છે ના કોઈ મોટું નામ કરવું હોય છે, બસ તેમની કળા લોકો જુએ એજ તેમની ઈચ્છા હોય છે. એવા જ એક વ્યક્તિનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે, જે પોતે એક રીક્ષા ડ્રાઈવર છે તે છતાં પણ તેના ટેલેન્ટને બહાર લાવતા રહે છે.

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પાણીથી ભરાયેલા રસ્તા ઉપર એક રીક્ષા આવીને ઉભી રહે છે, અને પછી રીક્ષા ચાલક બહાર આવીને ડાન્સ કરવા લાગી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લાખો લોકોએ નિહાળ્યો અને સાથે જ રીક્ષા ડ્રાઈવરના ડાન્સના વખાણ પણ કર્યા. આ ઉપરાંત લોકો એ જાણવા પણ માંગતા હતા કે આ વ્યક્તિ કોણ છે.

તો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ નરેશ સોંદરવા છે અને તે ડ્રાઈવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. નરેશભાઈ ભરૂચના રહેવાસી છે અને તેમને અભિનયનો ખુબ જ શોખ છે. તે પોતાના અભિનયના વીડિયો બનાવીને તેમના સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરતા રહે છે. નરેશભાઈ ડાન્સના પણ ખુબ જ શોખીન છે, જે તેમના વાયરલ વીડિયોમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આજે એક તરફ લોકો લાઈક અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં ગમે તેવા કામ કરે છે ત્યારે નરેશભાઈની પ્રોફાઈલ જોતા તેમને આવો કોઈ મોહ નથી તે સાબિત થાય છે. તે બસ નિષ્ઠાથી પોતાનું કામ કરે છે અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. અત્યાર સુધી નરેશભાઈએ ઘણા બધા વીડિયો બનાવીને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કર્યા છે.

Niraj Patel