ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ ભરૂચના જંબુસર-આમોદ રોડ પરથી અકસ્માતનો મામલો સામે આવ્યો. ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતકોમાં ત્રણ મહિલા, બે બાળકો અને બે પુરુષ સામેલ છે.
ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત થતા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભરૂચના જબુંસર-આમોદ માર્ગ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા.
ઘટનાની જાણ થતાં જ જબુંસર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ભરૂચના જબુંસરના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈ ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા હતા અને આ દરમિયાન મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે ઇકો ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે લોકોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર 10 લોકોમાંથી 7 લોકોના મોત નિપજ્યા અને બીજા ઈજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.