મનોરંજન

વાહ જલસા પણ બાકી…ડ્રગ્સમાં ફસાયેલી ભારતી સિંહે ખરીદી કરોડોની લક્ઝુરિયસ કાર- જુઓ ફોટોસ

બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું, ભોજનમાં પણ ફાંફા હતા…હવે વર્ષે 10 કરોડ રૂપિયા કમાય છે

NCB ટિમ એક્ટિવ થઇ ગઈ છે અને બૉલીવુડ તેના સકંજામાં છે. હાલમાં જ બોલીવુડના ઘણા સેલિબ્રિટી અને પ્રોડ્યુસર પર રેડ પડી છે. હાલમાં જ મળેલી માહિતી અનુસાર NCB દ્વારા ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે તેમના પતિ હર્ષ સાથે ઈન્કવાયરી ચાલી રહી છે. શનિવારે NCB ટીમે મુંબઇમાં 3 જગ્યાએ દરોડા પાડ્યા છે. તેમાં કોમેડિયન ભારતી અને તેના પતિ હર્ષના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીના ફ્લેટમાંથી ગાંજો પણ મળી આવ્યો છે.

તો પછી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર અનુસાર, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં 3 અલગ અલગ જગ્યાએ રેડ પડી હતી. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ સમયે આ બંનેનાં નામ બહાર આવ્યાં હતાં. ટેલિવિઝનની જાણીતી હસ્તી ગણાતી ભારતી સિંહ, જે ટેલિવિઝન પર ધ કપિલ શર્મા શો અને ખતરા ખતરા ખતરામાં પોતાના કોમિક ટાઈમિંગ માટે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેને હાલમાં જ એક નવી બ્લેક BMW X7 ખરીદી છે.

ભારતી સિંહ પાસે પહેલેથી જ બે લક્ઝુરિયસ કાર હતી જ અને હવે તેને તાજેતરમાં જ તેને નવી બ્લેક BMW X7 ખરીદી અને પછી તે કપિલ શર્મા શોના સેટ પર ખૂબ જ સ્ટાઈલથી આવી હતી. તેને પોતાની નવી કારની કેટલીક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં પોસ્ટ કરી હતી.

Image Source

આ કારની એક્સ શોરૂમ કિંમત 99 લાખ રૂપિયાની આસપાસ છે. અહીં નોંધનીય છે કે ટેલિવિઝન પર ભારતી સિંહને એક ટોપની કોમેડિયન માનવામાં આવે છે. તેની બધી જ સ્ક્રિપ્ટ તેનો પતિ હર્ષ લિંબાચિયા લખે છે અને ખતરા ખતરા ખતરામાં પતિ પત્ની બંને સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

#Londonvisit Batao kya soch rhi hoon?🤗🤗🤗 @haarshlimbachiyaa30

A post shared by Bharti Singh (@bharti.laughterqueen) on

ભારતી સિંહ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે નિયમિતપણે પોસ્ટ શેર કરતી રહે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભારતી છેલ્લા ઘણા વર્ષોથી લોકપ્રિય છે. જયારે 2019માં ફોર્બ્સના સૌથી વધારે કમાણી કરનારા સ્ટાર્સનું લિસ્ટ આવ્યું તો એમાં ભરતીનો નંબર ૮૨મો હતો. આ કોમેડિયનની એન્યુઅલ ઇન્કમ 10.93 કરોડ રૂપિયા છે. આ કપલ અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે. આ ઉપરાંત તે ‘ધ કપિલ શર્મા’ શોમાં પણ દેખાઈ રહી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે આ કોમેડીયાને સૌથી પોપ્યુલર શો ‘ધ કપિલ શર્મા શૉ’, ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ જેવા શૉમાં એક્ટિંગ અને સાથે સાથે એન્કરિંગ કર્યું છે. તે કૃષ્ણા અભિષેક સાથે ‘કોમેડી નાઈટ્સ બચાઓ’ અને ‘કોમેડી નાઈટ્સ લાઈવ’ પણ કરી ચૂકી છે. ભારતીસિંહે પંજાબી મુવી ‘એક નૂર’, ‘યમલે જાટ યમલે’ અને ‘જાટ એન્ડ જુલિએટ’માં પણ કામ કર્યું છે. અક્ષય કુમાર સાથે બોલિવૂડ ફિલ્મ ‘ખિલાડી 786’ અને પુલકિત સમ્રાટ-યામી ગૌતમ સ્ટારર ‘સનમ રે’માં પણ દેખાઈ ચૂકી છે.

આ ઓકોમેડીયનનું ચાઇલ્ડહુડ ખુબ જ ગરીબીમાં વીત્યું છે. એક ઇન્ટરવ્યૂમાં ભારતી ખુદ જણાવેલું કે, ‘હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને અમે ત્રણ ભાઈ-બહેન છીએ. મારા મમ્મીના મેરેજ 17 વર્ષની ઉંમરે થયા હતા અને તમે વિશ્વાસ નહિ કરો કે તે 23 વર્ષની ઉંમરે 3 બાળકોની માતા હતા.