ભારતી સિંહનો દીકરો ગોલા બન્યો લડ્ડુ ગોપાલ, જન્માષ્ટમી પર ગોલાને કાન્હા બનાવી ભારતીએ શેર કર્યો એવો વીડિયો કે ક્યુટનેસ પર ફિદા થયા ચાહકો

કોમેડિયન ભારતી સિંહ પોતાની કોમેડી માટે ઘણી હેડલાઈન્સ બનાવે છે. તેની કોમેડી એટલી જબરદસ્ત છે કે બધા પેટ પકડીને હસવા લાગે છે. ભારતી ઘણીવાર તેના પતિ હર્ષ લિમ્બાચીયાની મજાક ઉડાવતી પણ જોવા મળે છે. પરંતુ હવે પતિ સિવાય પણ તેના જીવનમાં કોઈ બીજું આવી ગયું છે જે બાળપણથી જ ઈન્ટરનેટ સેન્સેશન બની ગયું છે. ભારતીએ આ વર્ષે જ તેના પહેલા બાળકને જન્મા આપ્યો છે, જે છેલ્લા ઘણા સમયથી લગભગ દરરોજ હેડલાઇન્સ બનાવે છે. ભારતીએ જ્યારથી તેના પુત્ર ગોલાનો ચહેરો જગ જાહેર કર્યો છે, ત્યારથી તે તેના દીકરાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તાજેતરમાં જ ભારતી અને હર્ષના પુત્ર ગોલાનો વધુ એક ક્યૂટ વીડિયો સામે આવ્યો છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. ભારતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ હર્ષ લિમ્બાચીયા સાથે પુત્ર લક્ષ્ય ઉર્ફે ગોલાનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હર્ષ લિમ્બાચીયા ગોલા પર પ્રેમ વરસાવતો અને તેની સાથે મસ્તી કરતો જોવા મળે છે. જન્માષ્ટમીના અવસર પર ગોલાના માથે મોરપીંછ પણ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. ભારતીએ વીડિયોને કેપ્શન આપ્યું, ‘બધું માટે ભગવાનનો આભાર.’

તેણે વીડિયો પર #KrishnaJanmashtami #love #golla હેશટેગનો ઉપયોગ કર્યો. આ વીડિયો જોયા બાદ તો ફેન્સ ઘણા જ ખુશ થઈ ગયા છે અને ગોલાની ક્યુટનેસ પર ફિદા થઇ ગયા છે. આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં તો પૂર આવ્યું છે. દરેક વ્યક્તિ લક્ષ પર પ્રેમ વરસાવી રહ્યો છે. જણાવી દઇએ કે, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ 3 એપ્રિલે લક્ષ્યનું સ્વાગત કર્યું. તે ટૂંક સમયમાં જ ચાર મહિનાનો થાવ જઇ રહ્યો છે. ભારતી અને હર્ષ ઘણીવાર તેમની યુટ્યુબ ચેનલ પર ગોલાની ઝલક વિશે વાત કરે છે,

પરંતુ તેઓએ ગયા મહિને જ પ્રથમ વખત ગોલાનો ચહેરો બતાવ્યો. ભારતીએ ગોલાનું ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ અને તે તેણે ચાહકો સાથે શેર પણ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ભારતી સિંહ તેના પુત્રના જન્મના થોડા દિવસો બાદ જ કામ પર પરત ફરી હતી. ત્યારે ભારતી રિયાલિટી શો હુનરબાઝ હોસ્ટ કરી રહી હતી. આવી સ્થિતિમાં તેણે ડિલિવરી પછી તરત જ સેટ પર પરત ફરીને બધાને ચોંકાવી દીધા હતા. શોના નિર્ણાયકો અને ચાહકોએ કોમેડિયનની પ્રશંસા કરી હતી. પરંતુ ઘણા ચાહકો એવા હતા જેણે તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આના પર ભારતીએ કહ્યું કે તે ઠીક છે અને કામ કરવા માંગે છે. તાજેતરમાં ભારતી સિંહ એક ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં જોવા મળી હતી. તેણે બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાની ફ્રીડમ ટુ ફીડ ઇનિશિયેટિવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ભારતીએ માતા બનવા અને તેના પુત્ર લક્ષના મોટા થવાની વાત કરી. તેણે કહ્યું હતું કે તે ઇચ્છે છે કે તેનો પુત્ર 16 કે 18 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરે. સાથે જ તેણે કહ્યું હતું કે પુત્રના જીવનમાં આવ્યા બાદ તેની ખુશી બમણી થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

ભારતી કહે છે, ‘જે લોકોએ મને કહ્યું કે બાળક થયા પછી મારું જીવન સમાપ્ત થઈ જશે, હું કહેવા માંગુ છું કે તમે બધા ખોટા હતા. મારું સ્મિત બમણું થઈ ગયું. મારું હાસ્ય બમણું થઈ ગયું. મારી પાસે કોમેડી માટે ડબલ કન્ટેન્ટ છે. મારી પાસે બાળક વિશે ઘણી વાતો છે.

Shah Jina