“ગોલા”નું નાનીના ઘરે થયુ આરતી સાથે જોરદાર સ્વાગત, માતા બન્યા બાદ પહેલીવાર પિયર પહોંચી ભારતી સિંહ

રાજકુમાર જેવા બાળકની ડિલિવરી પછી પહેલીવાર પિયર પહોંચી ભારતી સિંહ, નાનીના ઘરે ગોલાનું થયુ શાનદાર સ્વાગત, તમે જિંદગીમાં આવું ધમાકેદાર સ્વાગત નહિ જોયું હોય

કોમેડિયન ભારતી સિંહ એ હસીનાઓમાંથી એક છે જે કામ અને ઘરને સારી રીતે બેલેન્સ કરવાનું જાણે છે. ભારતી તેના પુત્ર ગોલાના જન્મના થોડા દિવસો પછી જ કામ પર પરત ફરી હતી, પરંતુ તેની પ્રથમ પ્રાથમિકતા તેનો પુત્ર છે. તે તેના પુત્ર ગોલા સાથે મધરહુડનો સમય માણી રહી છે. ‘લાફ્ટર ક્વીન’ ભારતી સિંહે 3 એપ્રિલ 2022ના રોજ તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. ભારતી અને હર્ષ તેના પુત્રને જન્મથી જ પ્રેમથી ગોલા કહીને બોલાવે છે, પરંતુ હાલમાં જ થોડા સમય પહેલા એ સામે આવ્યુ હતુ કે ભારતી અને હર્ષે તેમના પુત્રનું નામ લક્ષ રાખ્યું છે.

તાજેતરમાં જ ભારતી તેના પુત્ર ગોલા સાથે તેની માતાના ઘરે ગઈ હતી, જેનો વીડિયો તેણે તેની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. 23 જૂનના રોજ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીના પુત્રનું તેની નાનીના ઘરે આરતી કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીએ જણાવ્યું કે તે તેની ભત્રીજી દીક્ષાને સરપ્રાઈઝ આપવા જઈ રહી છે અને તેની સાથે બર્થડે લંચમાં હાજરી આપશે.

ભારતીના પરિવારના સભ્યો રાજકુમારને મળીને ખૂબ જ ખુશ હતા અને તે તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ભારતીએ એ પણ જણાવ્યું કે, તેની માતા ઘરે નથી, કારણ કે તેમને અમૃતસરમાં થોડું કામ હતું. જ્યારે તે પાછી આવશે, ત્યારે તે તેના પુત્રને તેની નાનીને મળવા લાવશે. આ સાથે ભારતીએ ચાહકોને તેના પિયરના ઘરની મુલાકાત પણ કરાવી હતી. પૂજાના ઘરથી લઈને બેડરૂમ અને બાર એરિયા સુધીની ઝલક ભારતીના આ વીડિયોમાં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતી પ્રેગ્નન્સીને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ભારતી સિંહે પ્રેગ્નન્સીના છેલ્લા સમય સુધી કામ કર્યું હતુ. ભારતી સિંહનું મેટરનિટી ફોટોશૂટ પણ ઘણુ વાયરલ થયું હતું. ભારતી સિંહે ડિલિવરી પછી તરત જ કામ કરવાનું શરૂ કર્યું. તે પુત્રના જન્મના 12 દિવસ પછી જ કામ પર પાછી ફરી હતી. નાના બાળકને એકલા મૂકીને કામ પર જતી વખતે તે ખૂબ જ દુઃખી પણ થતી હતી. ભારતીના આ પગલાની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી, તો ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. લોકોએ કહ્યુ- પૈસા કમાવવાની શું ઉતાવળ હતી.

ભારતી સિંહે લોકોના ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, ‘હું હજુ પણ બાળકને ખવડાવું છું અને તે મારું દૂધ પીવે છે અને ઘરમાં ઘણા લોકો છે. સવારથી સાંજ સુધી બાળક મારા હાથમાં આવે છે. તેથી મેં કહ્યું કે જો હું શૂટિંગ કરવા જાઉં છું તો પણ બાળક ખૂબ ખુશ છે અને બધા તેની સાથે છે. ભારતી ઘણા રિયાલિટી શોને હોસ્ટ કરતી જોવા મળે છે, જ્યારે તેનો પોતાનો વીડિયો વ્લોગ છે. જેના પર તે અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરે છે.

Shah Jina