ભારતી સિંહે શેર કરી તેના રાજકુમાર સાથે તસવીર, બેબીને લાડ લડાવતી કોમેડિયન બોલી- લાઇફ લાઇન

કોમેડિયન ભારતી સિંહ એક સુંદર પુત્રની માતા બની છે. ભારતીએ 3 એપ્રિલના રોજ દીકરાને જન્મ આપ્યો હતો પરંતુ કોમેડિયને હજુ સુધી તેના પુત્રની એક પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી, જેના કારણે ચાહકો ભારતીના પુત્રની એક ઝલક મેળવવા માટે બેતાબ છે. જેની સૌ કોઇ રાહ જોઈ રહ્યા હતા, આખરે એ ક્ષણ આવી ગઈ. કોમેડી ક્વીન ભારતી સિંહે પોતાના બાળક સાથેની તસવીર શેર કરી છે. તસવીરમાં ભલે ભારતીના રાજકુમારનો ચહેરો દેખાતો નથી, પરંતુ ચાહકો ભારતીના બાળકની ઝલક જોઈને આનંદ માણી રહ્યા છે.

ફોટોમાં ભારતી તેના નવજાત બાળકને પકડેલી જોવા મળી રહી છે. એક માતા જ્યારે પોતાના પુત્રને ખોળામાં લઈને તેને પ્રેમથી ગળે લગાડે છે ત્યારે જે આરામ અનુભવે છે તે ભારતીના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. તસવીરમાં ભારતીને જોઈને લાગે છે કે તે આ જ ક્ષણમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. ભારતી ગુલાબી આઉટફિટમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે, જ્યારે તેનો લિટલ પ્રિન્સ સફેદ કપડામાં જોવા મળે છે. ભારતીએ હજુ સુધી પુત્રનો ચહેરો જાહેર કર્યો નથી.

જો કે, કોમેડિયનના પુત્રની એક ઝલક જોવી ચાહકો માટે ખૂબ જ રોમાંચક છે. પોતાના પુત્ર સાથેનો પોતાનો પહેલો ફોટો શેર કરતા ભારતીએ કેપ્શનમાં લખ્યું – life line. ભારતીની આ સુંદર પોસ્ટ પર, ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. ગૌહર ખાને લખ્યુ – હું તમારા માટે ખૂબ જ ખુશ છું. ભગવાન તમારા પરિવારને આશીર્વાદ આપે. નિશા રાવલે લખ્યુ- Awwwww ! પ્રિય ભારતી, તમારા અને નાના બાળક માટે ઘણા આશીર્વાદ.

ભારતી સિંહ તેના ગર્ભાવસ્થાના તબક્કામાં ખૂબ જ સક્રિય રહી છે. તેણે ડિલિવરીના આગલા દિવસ સુધી કામ કર્યુ છે. ભારતી તેના બાળકને જન્મ આપ્યાના થોડા દિવસો પછી કામ પર પરત ફરી હતી. ઘણા લોકોએ ભારતીના આ જુસ્સાને સલામ કર્યો તો ઘણા લોકોએ ભારતીને ટ્રોલ પણ કરી. પરંતુ એક વાત તો સ્વીકારવી જ રહી કે, ભારતીએ હિંમતનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

Shah Jina