ભારતી સિંહે મમ્મી બન્યાના એક જ મહિના પછી ફેન્સને આપી હજુ એક ખુશખબરી 

કોમેડિયન ભારતી સિંહ પોતાના મજાકિયા અંદાજને કારણે જાણિતી છે. તે કોઇ પણ સવાલનો જવાબ ખૂબ જ અલગ રીતે આપે છે. કેટલાક દિવસ પહેલા જ તેણે તેના પહેલા બાળકનું સ્વાગત કર્યુ હતુ. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા તેમના પુત્રના જન્મ પછી પેરેન્ટહુડનો આનંદ માણી રહ્યા છે. પુત્રના જન્મ બાદ ભારતી અને હર્ષનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે. પરંતુ કહેવાય છે કે વ્યક્તિની ઈચ્છાઓ ક્યારેય ઓછી થતી નથી. પુત્રના જન્મ બાદ ભારતી સિંહ પણ હવે પુત્રીની ઈચ્છા ધરાવે છે.

પેપરાજી સાથેની વાતચીતમાં ભારતી સિંહે જણાવ્યું કે તે તેના બીજા બાળકનું પ્લાનિંગ ક્યારે કરશે. ભારતીએ કહ્યું કે તેના પુત્રના જન્મ પછી તેને હવે એક નાનકડી દીકરી તેને જોઈએ છે. ભારતી આ પહેલા પણ ઘણી વખત દીકરીની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. ભારતીએ પેપરાજીને કહ્યું કે તે ચોક્કસપણે બીજા બાળકનું પ્લાનિંગ કરશે. પરંતુ આટલી જલ્દી નહીં. કોમેડિયને કહ્યું- હું પણ માનું છું કે દીકરી હોવી જોઈએ. પરંતુ બાળકો વચ્ચે બે વર્ષનો ગેપ હોવો જોઈએ. જો ભાઈ હોય તો બહેન તો હોવી જોઈએ અને જો બહેન હોય તો ભાઈ હોવો જોઈએ.

આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તે તેના પુત્ર ગોલાનો ચહેરો ક્યારે બતાવશે. ભારતી સિંહે કહ્યું, ‘જો હું ઈચ્છતી હોત તો પહેલા દિવસે જ પુત્રનો ચહેરો બતાવી દેત, પરંતુ કેટલાક વડીલો છે. તેઓ છે કે બાળકનો ચહેરો ન બતાવો. 40 દિવસ પછી બતાવવું આવશ્યક છે. હવે તેને 40 દિવસ થવા જઈ રહ્યા છે. હું જલ્દી જ બધા સાથે ફોટા શેર કરીશ. ભારતીના પુત્રની વાત કરીએ તો આ કપલના નાના રાજકુમાર ગોલાનો જન્મ 3 એપ્રિલે થયો હતો.

કપલે તેમના પુત્રનું નામ પ્રેમથી ગોલા રાખ્યું છે. કોમેડિયને તેના નાના પ્રિન્સ ચાર્મિંગ સાથેની ઝલક પણ શેર કરી છે. જોકે, તેણે હજુ સુધી પુત્રનો ચહેરો જાહેર કર્યો નથી. ચાહકો ગોલાની તસવીર જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Shah Jina