કોમેડિયન ભારતીય સિંહે ઘટાડ્યુ 15 કિલો વજન, સ્ટાઇલિશ અંદાજમાં તસવીરો શેર કરી ફ્લોન્ટ કરી ફિગર

15 કિલો વજન ઘટાડ્યા બાદ બદલ્યા ભારતી સિંહના રંગ-ઢંગ, નવા PHOTOS જોઈને ફેન્સની આંખો બહાર આવી ગઈ

ભારતી સિંહની ઓળખ જેટલી તેની કોમેડી ટાઇમિંગથી છે. તેટલી જ તેની ક્યુટનેસથી પણ છે. આ કોમેડિયન અને હોસ્ટનું હંમેશાથી વજન હેવી રહ્યુ છે અને તેને જોવા માટે લોકો પણ હવે ટેવાઇ ગયા હતા. જો કે, હવે ભારતી વેટ લોસ કરવામાં લાગેલી છે. તેણે 15 કિલો વજન ઘટાડી લીધુ છે. તે 91 કિલોથી 76 કિલોની થઇ ગઇ છે ત્યારે હવે તેણે સ્ટાઇલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે, જેમાં તે તેની ફિગર ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે.

ભારતીએ કહ્યુ કે, તે હવે હેલ્દી મહેસૂસ કરી રહી છેય હવે તેને કયાંય પણ ચઢવા-ઉતરવામાં શ્વાસ ફૂલાતો નથી. આ સાથે તેને હળવુ પણ મહેસૂસ થાય છે. મારી ડાયાબિટીઝ અને અસ્થમા પણ હવે કંટ્રોલમાં છે. હું આ સમયે ઇંટરમિટેંટ ફાસ્ટિંગ ફોલો કરુ છું. હું સાંજે સાત વાગ્યાથી પછીના દિવસે 12 વાગ્યા સુધી કંઇ ખાતી નથી.

ભારતીએ આગળ કહ્યુ કે, 12 વાગ્યા બાદ તો હું ખાવા પર તૂટી પડુ છુ. મેં 30-32 વર્ષ સુધી ઘણુ દબાવીને ખાધુ અને એક વર્ષ સુધી પોતાને ફિટ કરવામાં ધ્યાન આપ્યુ. મારુ શરીર હવે એવું થઇ ગયુ છે કે સાંજે સાત વાગ્યા બાદ તે ખાવામાં કંઇ પણ એકસેપ્ટ કરતુ નથી. તે તેના પતિ વિશે કહે છે કે, તે મારા ટ્રાંસફોર્મેશનથી ખુુશ નથી. જેટલો હોવો જોઇએ.  તેના પાછળનું કારણ જણાવતા ભારતીએ કહ્યુ કે, હવે તેને મારા પેટ સાથે રમવાનું નથી મળતુ અને સાથે જ હું બહારનું ખાવાની ના કહી દઉ છું તો તે નારાજ થઇ જાય છે.

ભારતીએ કબૂલ કર્યુ કે, વજન ઘટાડવા માટે તેણે એક તુક્કો લગાવ્યો હતો પરંતુ તે હવે પોતાના પર ગર્વ મહેસૂસ કરે છે. હવે તે જયારે પણ તે સ્ક્રીન પર જુએ છે તો તેને સારુ ફીલ થાય છે. તમને જણાવી દઇએ કે, ભારતી કપિલ શર્મા શો અને ડાંસ દીવાને 3માં નજર આવી રહી છે.

ભારતીના આ અવતારથી પતિ હર્ષ ખુશ છે. જો કે, તે કયારેક ભારતીના ક્યુટ ગાલ મિસ કરે છે. ભારતીને તેના વજનને કારણે હેલ્થની સમસ્યા થવા લાગી હતી અને આ કારણે ભારતીએ સીરિયસલી વેટ પર ધ્યાન આપ્યુ. લોકડાઉન દરમિયાન મેડ્સ ન આવવા પર ભારતીને ઘરનું કામ કરવામાં સમસ્યા થઇ તો તે સારી રીતે જાણી શકી કે તે ફિટ નથી. આ દરમિયાન ભારતીએ તેની બોડી પર કામ કર્યુ અને હાલ તેણે 15 કિલો વજન પણ ઓછુ કરી લીધુ છે.

ભારતીએ હર્ષ સાથે લગ્ન પહેલા લગભગ 7 વર્ષ સુધી ડેટ કર્યુ હતુ. હર્ષ ભારતી કરતા લગભગ 3 વર્ષ નાનો છે અને તેમણે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. હર્ષ અને ભારતીની પહેલી મુલાકાત કોમેડી સર્કસ દરમિયાન થઇ હતી.  આ શોમાં ભારતી એક કંટેસ્ટેંટ તરીકે સામેલ થઇ હતી, જયારે હર્ષ સ્ક્રિપ્ટ રાઇટર હતા.

Shah Jina