ખુશખબરી: કોમેડિયન ભારતી સિંહે પતિની બાહોમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ ક્યૂટ તસવીરો

ભારતી સિંહની ઓળખ જેટલી તેની કોમેડી ટાઇમિંગથી છે. તેટલી જ તેની ક્યુટનેસથી પણ છે. લોકોની ફેવરિટ કોમેડિયન અને હોસ્ટનું હંમેશાથી વજન હેવી રહ્યુ છે અને તેને જોવા માટે લોકો પણ હવે ટેવાઇ ગયા હતા. જો કે, હવે ભારતી વેટ લોસ કરવામાં લાગેલી છે. થોડા મહિનાઓ પહેલા સામાચાર આવ્યા હતા જેમાં તેણે 15 કિલો વજન ઘટાડી લીધુ છે. તે 91 કિલોથી 76 કિલોની થઇ ગઇ છે ત્યારે હવે તેણે સ્ટાઇલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે, જેમાં તે તેની ફિગર ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે.

કોમેડિયન ભારતી સિંહ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. અત્યારે આ કપલ પ્રેગ્નેન્સી ફેઝને ખુબજ એન્જોય કરી રહ્યા છે. બધી તસવીરો વચ્ચે હાલમાં આ સ્ટાર કપલે એક ફોટોશૂટ કરાવ્યો છે. જેની તસવીરો ઇન્સ્ટાગ્રામ દ્વાર ફેન્સની સાથે શેર કરી છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે ભારતી હર્ષની બાહોમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પહેલી વાર મમ્મી બનવાની ખુશી આ સમયે ભારતી સિંહના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પ્રેગ્નેન્સીમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરતી ભારતી સિંહનો આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

હર્ષ અને ભારતીની સાથે સાથે તેમના ફેન્સ પણ કપલના બાળકની રાહ જોઈ રહ્યા છે. આજે ભારતીના લાખો ચાહનારાઓ છે. ભારતીને આ લોકપ્રિયતા અને સફળતા સુધી પહોંચવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. 3 જુલાઈ 1984 ના રોજ જન્મેલી ભારતી એક સામાન્ય પંજાબી પરિવારમાંથી આવે છે.

આજે કરોડોની માલકીન ભારતીના એક સમયના દિવસો એવા પણ હતા કે ઘણીવાર ભૂખ્યા પણ સૂવું પડ્યું હતું. નાની ઉંમરે પિતાનું નિધન થઇ જતા બાળકોની જવાબદારી માતા પર આવી ગઈ હતી. તે સમયે ભારતીનો પરિવાર પાઈ પાઈનો મોહતાજ હતો અને ખાવા  માટે પણ પૈસા ન હતા. આજે એન્ગલમાં ફસાયેલી ભારતીના સંઘર્ષના દિવસો વિશે તમને જણાવીશું.

એક ઇન્ટરવ્યૂમાં ભારતીએ કહ્યું હતું કે,”હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને અમે ત્રણ ભાઈ બહેનો છીએ. હું જયારે બે વર્ષની હતી ત્યારે પિતાનું નિધન થઇ ગયું હતું અને માએ બીજા લગ્ન કરવાને બદલે અમે ત્રણ ભાઈ- બહેનો માટે સંઘર્ષ કરવાનો રસ્તો પસંદ કર્યો. અમારું મોટાભાગનું બાળપણ ગરીબીમાજ વીત્યું હતું. ઘણીવાર અમારે અળધા ભુખ્યા પેટે પણ સુઈ જવું પડતું હતું”.

ભારતી જ્યારે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેનો મોટા શરીરને લીધે ખુબ મજાક બનાવવામા આવતો હતો અને તેને લીધે તે પુરી રાત રડ્યા કરતી હતી. પણ ભારતીએ આ જ વસ્તુને પોતાનો હથિયાર બનાવી લીધો અને કોમેડી જગતમાં કોમેડી ક્વિન બની ગઈ.

YC