ખબર ફિલ્મી દુનિયા

ભારતી સિંહની ધરપકડ પછી આવ્યો નવો વણાંક: લોકોએ કહ્યું – ‘માલ ફૂંકીને નશેડી..’ જાણો વિગત

ડ્રગ્સને લઈને ભારતીસિંહે એવી ડાહી ડાહી વાત કહેલી હતી કે લોકો ઉડાવી રહ્યા છે મજાક

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષની એનસીબી દ્વારા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હકીકતમાં, એનસીબીએ શનિવારે સવારે ભારતી અને હર્ષના ઘરે રેડ પાડી હતી અને તે બાદ કપલને પૂછપરછ માટે એનસીબી તરફથી સમન્સ બહાર પાડવામાં આવ્યું હતું. સમન્સ બહાર પાડ્યા બાદ દંપતી પૂછપરછ માટે એનસીબી ઓફિસે પહોંચ્યા હતા, ત્યારબાદ શનિવારે સાંજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે ભારતી અને હર્ષને મેડિકલ તપાસ માટે લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીએ રેડમાં ભારતીસિંહના મકાનમાંથી કેટલોક ગાંજા મળી આવ્યો છે. ભારતી સિંહની ધરપકડ બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં આવી રહી છે અને આ દરમિયાન 2015માં કોમેડિયન દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટ પણ ખુબ જ જોર શોરથી વાયરલ થઈ રહી છે. તમે પણ વિચારતા હશો કે લગભગ 5 વર્ષ પછી આ ટ્વિટ કેમ વાયરલ થઈ રહી છે. ખરેખર, આ ટ્વિટમાં તેને ડ્રગ્સથી દૂર રહેવાનું કહ્યું હતું અને લોકોને ડ્રગ્સ પ્રત્યે જાગૃત કર્યા હતા.

Image source

ભારતીએ 2015 માં ટ્વીટ કર્યું હતું, ‘કૃપા કરીને ડ્રગ લેવાનું બંધ કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ‘ લોકો ભારતીના આ જૂના ટ્વીટ પર તેમને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. અહીં પ્રતિક્રિયા જુઓ

હવે ડ્રગ્સના કેસમાં જ ધરપકડ થયા બાદ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે અને કહે છે કે થોડા વર્ષો પહેલા ભારતી ટ્વિટર પર જ્ઞાન આપતી હતી. આ સાથે યુઝર્સે અનેક પ્રકારના ટ્વીટ્સ કરીને તેની ટીકા પણ કરી છે. આ ટ્વીટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્વીટ 9 જુલાઈ 2015ના રોજ ભારતીએ કર્યું હતું. જોકે, તેની પુષ્ટિ થવાની બાકી છે.

જણાવી દઈએ કે આશરે સાડા છ કલાક સુધી ચાલેલા તેના ફ્લેટની શોધમાં એનસીબીએ ડ્રગ્સ ઝડપી લીધા હતા. ઘરે પૂછપરછ દરમિયાન ભારતી અને હર્ષ એનસીબીના ઘણા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી શક્યા ન હતા.  તેઓને એનસીબીની ઓફિસમાં લઈ ગયા હતા અને તેમની પૂછપરછ કરી હતી. એનસીબીએ ત્યાં આશરે સાડા ચાર કલાકની પૂછપરછ બાદ ભારતી સિંહની ધરપકડ કરી હતી. તેના પતિ હર્ષ લિંબાચીયાને પણ લગભગ દોઢ કલાક પછી ધરપકડ કરવામાં આવી હતી.