ડ્રગસમાં ફસાયેલી ભારતીને લોકોએ સંભળાવી ગંદી ગંદી, જાણો
બૉલીવુડ સીંગર, અભિનેતા અને એન્કર આદિત્ય નારાયણ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નના બંધનમાં બધાઈ ગયા છે.કોરોના મહામારીને લીધે બંનેએ ખુબ ઓછા લોકોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. જો કે લગ્નના રીશેપ્શનની પાર્ટીમાં પિતા ઉદિત નારાયણે કોઈ ખામી રાખી ન હતી.

રીશેપ્શન પાર્ટીમાં જ્યા શ્વેતા લાલ રંગના ગાઉનમાં જોવા મળી હતી જયારે આદિત્ય બ્લેક સૂટ-બૂટમાં જોવા મળ્યા હતા.રીશેપ્શન પાર્ટીમાં બૉલીવુડથી લઈને સંગીત જગતના ઘણા નામી લોકો પહોંચ્યા હતા. અને હાલમાં જ ડ્રગ એન્ગલમાં ફસાયેલી ભારતી સિંહ પતિ હર્ષ લીંબાચીયા સાથે આ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

પાર્ટીમાં ભારતીએ સફેદ રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો અને વાળમાં ગુલાબનો સુંદર ગજરો પણ લગાવી રાખ્યો હતો જયારે હર્ષ બ્લુ રંગના સૂટમાં જોવા મળ્યા હતા. પાર્ટીમાં હર્ષ-ભારતીએ મન ભરીને મસ્તી કરી હતી અને ભારતીએ ડાન્સ પણ કર્યો હતો. ભારતીનો ડાન્સ કરતો વિડીયો વિરલ ભયાની દ્વારા શેર કરવામાં આવ્યો છે અને ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ભારતી-હર્ષ સાથે ત્યાં હાજર લોકોએ સેલ્ફી પણ લીધી હતી. જો કે હર્ષ-ભારતીને ફરીથી ખુશ અંદાજમાં જોતા તેના ચાહકો પણ ખુબ ખુશ થયા હતા જ્યારે અમુક લોકોએ તેઓ પર આપત્તીજનક કમેન્ટ્સ પણ કરી હતી.

જણાવી દઈએ કે એનસીબીએ ભારતીના ઘરે દરોડા પાડ્યા હતા અને તેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. જેના પછી બંન્નેની ધરપકડ પણ કરવામાં આવી હતી, અને જામીન પર બંન્નેને છોડવામાં આવ્યા હતા. બહાર આવ્યા પછી ભારતી-હર્ષ પહેલી વાર આદિત્યની પાર્ટીમાં જોવા મળ્યા હતા.
જુઓ ભારતી-હર્ષનો વિડીયો….
View this post on Instagram