જીવનશૈલી મનોરંજન

બધાને પેટ પકડીને હસાવનારી ભારતીનું બાળપણ ખાલી પેટ રડવામાં વીત્યું…જાણો કેવી રીતે કોમેડિયન?

કોમેડિયન ભારતી સિંહ કોઇપણ પ્રકારની ઓળખાણ જરુર નથી. સૌને હસાવાવાળી ભારતી આજે એક કામયાબ સેલિબ્રિટી બની ગઇ છે. પરંતુ આ સેલિબ્રિટી બનવા સુધીની સફર તેના માટે સરળ ન હતી.

બાળપણમાં જ પિતાને ગુમાવી ચુકી હતી. ઘણી વખતતો ભુખ્યા પેટ પણ સુઇ જવું પડતું હતું. જ્યારે તે મોટી થઇ ત્યાં વધેલા વજનના કારણે પણ તે રાતો રાત રડ્યા કરતી હતી. આવો, ભારતીના જીવન સાથે જોડાયેલી ના  સાંભળેલી વાતોને જાણીએ.

ભારતીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કેસ એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. અમે ત્રણ ભાઇ-બહેન છે. મારી માતાએ 17 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા, અને 23 વર્ષની ઉંમરે 3 બાળકોની માતા હતી.

ભારતીએ જણાવ્યું કે, હું માત્ર 2 વર્ષની હતી, ત્યારે મારા પિતાનું નિધન થયું હતું. તેમની સાથે જોડાયેલી મારી પાસે કોઇ યાદ નથી. માતાએ ફરી લગ્ન કરવાના બદલે અમારી દેખરેખમાં જ જીવન પસાર કરવાનું વિચાર્યું. મારું બાળપણ ગરીબીમાં જ વિત્યું છે. ક્યારેક તો થોડું ખાઇને પણ સુઇ જવું પડતું હતું.

પોતાના વિશે જણાવતા ભારતીએ કહ્યું, હું પિસ્તોલ શુટિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું. હું રાઇફલ શુટર બનવા માંગતી હતી.

કોલેજના દિવસોમાં હું નેશનલ અને સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં પંજાબને રિપ્રેઝેન્ટ કર્યું હતું. કોલેજ બાદ મેં શુટિંગ છોડી દીધું કારણ કે તેની ટ્રેનિંગના પૈસા અમારી પાસે ન હતા.

અમારી પાસે તો કોલેજની ફી ભરવાના પણ પૈસા ન હતા, પરંતુ પંજાબ માટે મેં ઘણા મેડલ મેળવ્યા હતા, એટલે મારુ એજ્યુકેશન ફ્રીમાં થયું હતું. મેં હિસ્ટ્રીમાં એમ.એ કર્યું છે.

વધુમાં વાત કરતા ભારતીએ કહ્યું કે મારી પાસે પૈસા ન હકા, એટલે એક્ટિંગ લાઇન મેં પસંદ કરી હતી. જ્યારે હું કરિયર બનાવા માટે મુંબઇ આવી ત્યારે મારા સંબંધીઓ મારી ટિકા કરતા હતા.

તેમને લાગતુ હતુ કે હું કઇ નહીં કરી શકું. જ્યારે હું સ્ટેજ પર કોમેડી કરતી ત્યારે તે મારી મજાક ઉડાવતા હતા, અને આજે તે જ લોકો તેમના બાળકના કરિયર વિશે મારુ માર્ગદર્શન માંગે છે.

ભારતીએ 2018માં હર્ષ લિંબચિયા સાથે લગ્ન કરી લીધા છે. બંને એકબીજાને સાત વર્ષથી ડેટ કરી રહ્યા હતા. તેઓ એકબીજાના સારા મિત્રો છે. હવે સાથે કામ પણ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.