ભારતીનો ગોલા ના તો હસી રહ્યો છે અને ના તો રડી રહ્યો છે…તો આ શું કરી રહ્યો છે ? ભારતી પણ કરી રહી છે સમજવાનો પ્રયત્ન- જુઓ વીડિયો

પોપ્યુલર કોમેડિયન ભારતી સિંહ હાલમાં તેનું મધરહુડ એન્જોય કરી રહી છે. 3 એપ્રિલ 2022ના રોજ તેણે એક ક્યુટ પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ તેણે ગોલા રાખ્યું હતુ. ભારતીએ થોડા સમય પહેલા જ ચાહકોને તેના ગોલાની ઝલક બતાવી હતી અને ત્યારથી તે તેની તસવીરો અને વીડિયો બ્લોગ્સ શેર કરી રહી છે. ભારતીએ ગોલાના ફોટોશૂટ પણ ઘણા કરાવ્યા છે. જેમાં એકમાં તે શેખ તો બીજામાં જોકર બન્યો હતો. ક્યુટ ગોલાની તસવીરો આજ કાલ ઇન્ટરનેટ પર ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે.

ભારતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પતિ અને દીકરા સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ લક્ષ લિમ્બાચિયાના ઇન્સ્ટા પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતી અને ગોલાનો ક્યુટ અંદાજ જોવા મળી રહ્યો છે. ભારતી તેના 3 મહિનાના ગોલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે. લક્ષ કંઈ અવાજ કરી રહ્યો છે અને ભારતી તેને સમજવાનો પ્રયત્ન કરી રહી છે.

ભારતી કહે છે કે, શું બોલી રહ્યો છે બેટા, ના તો તુ રડી રહ્યો છે, ના તો હસી રહ્યો છે, તુ શું ઈચ્છે છે. લુકની વાત કરીએ તો ભારતીનો દીકરો લક્ષ ઓરેન્જ કપડામાં ભારતીની સાથે સુતેલો દેખાઇ રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, અરે યાર હું કંઈ કહેવા માંગુ છુ કે આજે પાર્ટી કરવી છે, પણ મમ્મી સમજતા જ નથી. આ વીડિયો પર ફેન્સ ઘણી મજાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- જૂનિયર બિટ્ટુ બક બક કરવા માંગે છે.

આ બિટ્ટુ એટલા માટે કારણ કે ભારતીના ઓનસ્ક્રીન કેરેક્ટર્સમાંથી એક બિટ્ટુ પણ છે. અન્ય એકે લખ્યું- તે કોમેડી કરી રહ્યો છે. વીડિયો પર ઘણા યુઝર્સ ગોલાની ક્યુટનેસની પ્રશંસા પણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, હાલમાં જ ભારતી સિંહે તેની યુટ્યુબ ચેનલ પર હાલમાં જ પતિ હર્ષ લિમ્બાચીયા સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. આમાં ભારતી અને હર્ષ જણાવે છે કે તેઓ ગોલાને શું ખવડાવે છે અને કામની વચ્ચે તેઓ કેવી રીતે તેનું ધ્યાન રાખે છે.

Shah Jina