નાના રાજકુમારને જન્મ આપ્યા બાદ પહેલીવાર સામે આવ્યા ભારતી સિંહ અને હર્ષ, હાથમાં દીકરાને લઇને પોઝ આપતા જોવા મળ્યા સ્ટાર્સ

મશહૂર કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા એક પ્રેમાળ પુત્રના માતા-પિતા બની ગયા છે. નવા પેરેન્ટ્સ બનેલા આ સ્ટાર્સને સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. દીકરાને જન્મ આપ્યા બાદ આજે ભારતીને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તે બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર તેના પતિ હર્ષ લિમ્બાચિયા અને નાના રાજકુમાર સાથે જોવા મળી હતી. આ દરમિયાનની તેની તસવીર વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જે હાલ સામે આવી છે.

આ તસવીરમાં ભારતી અને હર્ષ બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ભારતીએ વનપીસ ગાઉન પહેર્યુ છે, જયારે હર્ષ જીન્સ અને શર્ટમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ભારતીના પતિ હર્ષે તેમના દીકરાને ખોળામાં ઊંચકી રાખ્યો છે.આ તસવીર પર ચાહકો તેમને શુભકામના પાઠવી રહ્યા છે અને તેમના માતા-પિતા બનવા બદલ ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની અને તેના પતિ સાથેની તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે. ત્યારે ભારતી સિંહે ડિલિવરી પછી પહેલીવાર પોતાનો ચહેરો બતાવ્યો હતો, તેની સાથે એક પોસ્ટે પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ પોસ્ટ ભારતી સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટમાં ભારતી સિંહ બેડ પર પડેલી જોવા મળી રહી છે.

આમાં ભારતી ક્યારેક આંખો બંધ કરી રહી છે તો ક્યારેક ખોલી રહી છે. જેના પર ભારતી સિંહે કેપ્શનમાં લખ્યું- ‘હવે મારે ઊંઘવાની નહિ જાગવાની જરૂર છે.’ આ સિવાય ભારતી સિંહે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં વધુ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ન તો ભારતી કે અન્ય કોઈ દેખાઈ રહ્યું નથી. આ વીડિયો રૂમની બારીમાંથી શૂટ કરવામાં આવ્યો છે જેમાં બહારનો નજારો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ વીડિયોની ઉપર એક બાળકના સ્નેપચેટ પરથી ઈમોજી બનાવવામાં આવ્યું છે અને બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે. આ ગીતના બોલ છે- ‘તોસે નૈના જબ સે મિલે..’આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે માતા-પિતા બન્યા બાદ ભારતી અને હર્ષ કેટલા ખુશ છે. આ પહેલા ભારતી સિંહનો બાળક સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતો.

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ તસવીરમાં ભારતી તેના પુત્ર સાથે છે. જો કે, આ સાચું નથી. ભારતી સિંહનો વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો હતો. ડિલિવરી પછી ભારતી સિંહે પોતે પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તે પુત્રની માતા બની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પછી તેણે બીજી પોસ્ટ કરી હતી, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. ભારતીએ પ્રેગ્નન્સી દરમિયાન એક ફોટોશૂટ કરાવ્યુ હતું, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ ફોટોશૂટ શેર કરતી વખતે ભારતી સિંહે પોસ્ટ કર્યું હતું – ‘જેના પેટમાં હતું તે બહાર આવી ગયું છે. આ બાળક છોકરો છે. લવ યુ ગણપતિ બાપ્પા મોર્યા’.

Shah Jina